ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા ૬૭મી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આપણાં દેશના યશસ્વી નેતા અને રાષ્ટ્ર નિર્માતા રહ્યાં છે. તેઓ હિન્દી ભાષાના પ્રબળ સમર્થક હતા. તેમની સ્મૃતિમાં ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ છેલ્લાં ૬૭ વર્ષથી હિન્દી વિષયમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરે છે.
તેમજ સમિતિના સંસ્થાપક સાહિત્ય વાચસ્પતિ સ્વ. જેઠાલાલ જાેષીની સ્મૃતિમાં સમિતિ છેલ્લાં ર૯ વર્ષોથી હિન્દી ભાષામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરે છે. આ વર્ષની સરદાર વલ્લભભાઈ પટેલ વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો, ‘કોવિડ ૧૯ મેં ઓનલાઈન શિક્ષા પ્રાસંગિક યા અપ્રાસંગિક’. જયારે જેઠાલાલ જાેષી વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો, ‘આત્મનિર્ભર ભારત મુમકીન હૈ?’
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના સંયોજક સત્યમ જાેષીએ દરેક સ્પર્ધક પાસેથી વિષયને અનુરૂપ પાંચ મિનીટીનાં વિડીયો મંગાવી લીધા હતા. નિર્ણાયક એવાં અધ્યાપક ડો. ખ્યાતિ પુરોહિત તેમજ અધ્યાપક ડો. વિમલ સિંહ દ્વારા સ્કૂલ તેમજ કોલેજ સ્તરે ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવી.
જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધામાં એમ.બી. પટેલ કોલેજનાં વ્યાસ અમી પ્રથમ, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના મકવાણા સીમા દ્વિતીય, એમ.પી. આર્ટસ કોલેજના પરમાર કાજલ તૃતીય ક્રમાંક પર આવ્યાં છે. જયારે જેઠાલાલ જાેશી વિજયપદ્મ વક્તૃત્વ સ્પર્ધામાં દિવાન બલ્લુભાઈ સ્કૂલનાં દવે વરદા પ્રથમ, દિવાન બલ્લુભાઈ સ્કૂલના શાહ ધ્રૃવી દ્વિતીય તેમજ લિટર ફલાવર સ્કૂલનાં શાહ જીયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આજનાં આ કાર્યક્રમમાં સમિતિના કોષાધ્યક્ષ શરદભાઈ જાેષી, અમદાવાદ સમિતિના કેન્દ્રિય વ્યવસ્થાપક હર્ષદભાઈ જાેષી, કાર્યક્રમના સંયોજક સત્યમ જાેષી, સહ સંયોજક ડો. સુરેશભાઈ નાઈ તેમજ કાર્યકર્તા ભાનુભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.