Western Times News

Gujarati News

RTOમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા ખોરંભે

File

નવાં લાઈસન્સ, રિન્યૂઅલ માટે ધરમધક્કા- ખાનગી ક્ંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં જ કામ બંધ

અમદાવાદ, આરટીઓમાં છેલ્લા એક સપ્તાહથી લાઈસન્સ પ્રક્રિયા ખોટકાતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. અત્યંત આધારભૂત માહિતી ુમુજબ ખાનગી કંપનીને લાઈસન્સ કાઢવા માટે આપેલો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાની ચર્ચાએ કર્મચારીઓએ કામ બંધ કરી દીધું છે.

રોજના ૪૦૦ લાઈસન્સની પ્રિન્ટ અને અન્ય કામગીરી બંધ થતાં આરટીઓ દ્વારા હાલમાં ભલે કામ ચલાઉ ઉપાય હાથ ધરવામાં આવ્યા છે પરંતુ અરજદારોની હેરાનગતિનો અંત આવ્યો નથી. ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશ્નર વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરની તમામ આરટીઓમાં લાઈસન્સ અંગેની કામગીરી કરી રહેલી ખાનગી કંપનીને ૯ માર્ચ મંગળવારથી કામગીરી બંધ કરવાનો માટેનો આદેશ થતાં લાઈસન્સ પ્રક્રિયા અટવાઈ છે.

અમદાવાદની બે સહિત રાજ્યની અંદાજે ૩૮ આરટીઓમાં લાઈસન્સ રિન્યુ, નવું લાઈસન્સ, ડુપ્લિકેટ લાઈસન્સ જેવી કામગીરી દ્વારા અંદાજે પ હજાર જેટલાં લાઈસન્સ નીકળતાં હતા. જે એક સપ્તાહથી બંધ થતાં બેકલોગનો આંકડો ઝડપભેર વધી રહ્યો છે.

ખાનગી ક્ંપનીના કર્મચારીઓ દ્વારા લાઈસન્સના બાયોમેટ્રિકને લગતગ કામગીરી સાથે લાઈસન્સ પ્રિન્ટ અને ડિસ્પેચ કરવા તથા વેરિફિકેશન કરવાની કામગીરી કરવામાં આવતી હતી. જે માટે ખાનગી કંપનીના કર્મચારીઓ આરટીઓ ઓફિસમાં ફરજ બજાવતા હતા. હવે આ કામગીરી ખોરવાઈ ગઈ છે.

બીજી તરફ ખાનગી કંપનીના કર્મીઓ દ્વારા કામ બંધ કરાતા આરટીઓના કર્મચારીઓને ઉમેદવારના ફોટા પાડવા કામે લગાડવામાં આવ્યા છે. જેથી તમામ નો ડેટા સંગ્રહ થઈ શકે પરંતુ આરટીઓના સૂત્રો અનુસાર કયા કારણોસર કામ બંધ કરવામાં આવ્યું છે તે માહિતી તેમને નથી.

ઉમેદવારને હાલમાં કોઈ મુશ્કેલી નથી તેવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્ટાફની અવેલેબિલિટી અને સંખ્યા જાેતાં આઉટસોર્સિંગ સ્ટાફની તુલનાએ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉમેદવારો કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના કારણે લાંબો સમય કચેરી પણ બંધ રહી હતી.

હાલમાં લાઈસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઈસન્સ, એડ્રેસ ચેન્જ અને આરસી બનાવવા માટે પણ લોકોને આરટીઓ ઓફિસ જવું ન પડે, લોકો ઘરે બેસીને જ ડોકયુમેન્ટ અપલોડ કરી શકે. ઓનલાઈન સિસ્ટમ બાદ ફક્ત ડ્રાઈવિંગ ટેસ્ટ અને ફિટનેસ માટે જ લોકોએ આરટીઓ ઓફિસ આવવાનું કહે તેવી વ્યવસ્થા અમલી છે પરંતુ વારંવાર સર્વર ધીમું પડી જવાની સમસ્યા યથાવત હોવાના કારણે અરજદારોની પરેશાની પણ યથાવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.