Western Times News

Gujarati News

એક પણ ગોળી બગાડ્યા વગર યહૂદીઓ નરસંહાર કરનાર-એડોલ્ફ આઇકમાન

રિકાર્ડો ક્લેમેન્ટના નામથી નવી ઓળખ બનાવી આર્જેન્ટિનામાં રહેતો હતો,  આઇકમાન ઉપર ઇઝરાયેલમાં ખટલો ચલાવવામાં આવ્યો અને 1 લી જુન ૧૯૬૨ના દિવસે તેને ફાંસી આપવામાં આવી.

(સારથી એમ. સાગર) એડોલ્ફ આઇકમાનને સામાન્ય રીતે કોઈ જાણતું નથી. પરંતુ જેમને વર્લ્ડ વોરના ઇતિહાસમાં રસ હોય તેમની માટે આ નામ અજાણ્યું નથી. આઇકમાન ૧૯૦૬માં જર્મનીમાં જન્મ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે હિટલરની નાઝી સેના યહૂદીઓને ગોળીઓથી વીંધી રહી હતી.એ સમયે એડોલ્ફ આઇકમાન (ઉર્ફે ક્લેમેન્ટ રિકાર્ડો ) હિટલરની આર્મીનો ખાસ વિશ્વાસુ અને સલાહકાર હતો.  એડોલ્ફ આઇકમાન  ગોળીઓનો બગાડવાને બદલે યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવાનો આઈડિયા આપ્યો હતો. જેને અમલમાં મૂક્યા બાદ યહુદીઓના સંહારની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જેને સરવાળે માનવ ઈતિહાસના કલંકિત પ્રકરણ હોલોકોસ્ટ જેવી ઘટના બની હતી અને 6 મિલિયન એટલે કે ૬૦ લાખ જેટલા યહૂદીઓ મૃત્યુ પામ્યા હતા.

જોકે ત્યાર પછી જર્મનીના વળતાં પાણી શરૂ થતાં જ નાઝી સેના અને નેતાઓ દેશ છોડીને ગુપચુપ રીતે ભાગી છૂટયા હતા તથા અન્ય દેશોમાં પોતાની ઓળખ બદલી નવજીવન શરૂ કર્યું હતું. વર્ષ 1945માં જર્મનીના સરમુખત્યાર હિટલરે આત્મહત્યા કરી લીધી અને એ જ વર્ષે બીજા વિશ્વયુદ્ધનો પણ અંત આવ્યો.

એના ત્રણ વર્ષ બાદ ૧૯૪૮માં યહૂદીઓને પોતાનો દેશ ઈઝરાયેલ મળ્યો. નવા બનેલા આ દેશના નાગરિકો તથા નેતાઓ રાષ્ટ્રભાવનાથી ભરપુર હતા. તમામ બાજુએથી મુસ્લિમ રાષ્ટ્રો થી ઘેરાયેલા ઇઝરાયેલે પોતાની રક્ષા માટે પ્રથમ શીનબેત અને બાદમાં મોસાદ નામની જાસૂસી સંસ્થાઓ સ્થાપી.

બીજા ઘણા કામની સાથે યહુદીઓના દુશ્મન એવા નાઝીઓ જે હવે વર્ષો થયે ઓળખ છૂપાવીને અન્ય દેશોમાં રહેતા હતા તેમને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું . તે લિસ્ટમાં એક નામ આઇકમાનનું પણ હતું. જેના કારણે મરનાર યહૂદીઓની સંખ્યાનો ગુણોત્તર થયો હતો.

સમગ્ર વિશ્વમાં પોતાની જાળ બિછાવીને બેઠેલા ઇઝરાયલને આઇકમાન આર્જેન્ટિનામાં પોતાની ઓળખ છુપાવી રહેતો હોવાનું જાણવા મળ્યું અને મોસાદના જાસૂસો એ બાતમી મુજબનો શખ્સ આઇકમાન જ છે એ ખાતરી કરવા દિવસો સુધી વર્કશોપ થી ઘર સુધી તેનો પીછો કર્યો અને ખાત્રી થતાં જ તેને પોતાના દેશમાં લઈ આવવા યોજના ઘડી નાખી.

11 મે 196૦ ની સાંજે બ્યુએનોસ એરિસ નામના શહેરમાં રોજની જેમ બસમાંથી ઉતરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે વખતે સેકન્ડોના સમયમાં જ મોસાદના જાસૂસો એ ગેરી બાલ્ડી સ્ટ્રીટમાંથી તેનું અપહરણ કર્યું.

રિકાર્ડો ક્લેમેન્ટના નામથી પોતાની નવી ઓળખ બનાવી ને વર્ષોથી આર્જેન્ટિનામાં રહેતાં આઇકમેને છેવટે પોતાની મૂળ ઓળખ સ્વીકાર્યા બાદ મોસાદ આર્જેન્ટિનાને જાણ કર્યા વગર જ તેનો વેશ બદલીને ઈઝરાયેલમાં લઈ આવ્યા. ૧૧ દિવસ બાદ ૨૨મી જૂને ઇઝરાયેલી વડા પ્રધાન બેન ગુરીને આઇકમાન પોતાની કસ્ટડીમાં છે.

એવી જાહેરાત કરતાં વિશ્વમાં ખળભળાટ મચી ગયો અને આર્જેન્ટિના એ પણ કાગારોળ કરી મૂકી. બાદમાં આઇકમાન ઉપર ઇઝરાયેલમાં ખટલો ચલાવવામાં આવ્યો અને 1 લી જુન ૧૯૬૨ના દિવસે તેને ફાંસી આપવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.