ઉત્તરપ્રદેશ બીમારૂ રાજયની શ્રેણીથી બહાર આવી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ઉભર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/yogi-aditanath-1024x576.jpg)
લખનૌ,: ઉત્તરપ્રદેશમાં સરકારના ચાર વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.યોગીએ કહ્યું કે ચાર વર્ષમાં કોઉ તોફાનો થયા નથી પહેલા સરકારની સત્તા સંભાળી હતી ત્યારે કાયદો વ્યવસ્થા ભ્રષ્ટાચાર સહિત તમામ મુદ્દા પ્રબળ હતાં અર્થવ્યવસ્થાના મુદ્દે મહત્વપૂર્ણ રીતે સામેલ તમામ મામલામાં પહેલા ત્રણ નંબર પર કયાંય ટકતું ન હતું જયારે આ જ ઉત્તરપ્રદેશ છે જે ચાર વર્ષ પહેલા દેશના કિસાન યોજનામાં પણ નંબર ન હતો તે સમયની સરકારોએ રસ દાખવ્યો નીં પ્રદેશાં ૨૦૧૭થી જે કાર્ય શરૂ થયું વડાપ્રધાન ઉજજવલા યોજના પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના પ્રધાનમંત્રી યોજના કિસાન સમ્માન યોજના એવી તમામ યોજનાઓમા સારૂ પ્રદર્શન કર્યું છે.
યોગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તરપ્રદેશ જયારે બીમાર- રાજયની શ્રેણીથી હટી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ઉભર્યું છે યોગીએ કહ્યું કે આજે ઇઝ ઓફ ડુઇગની યાદીમાં પણ યુપી નંબર બે છે અમે ખુબ લાંબી છલાંગ લગાવી છે. યોગીએ કહ્યું કે આવાસ યોજના શૌચાલય યોજનાઓમાં પ્રદેશમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કિસાનોના હિત માટે પણ ઉત્તરપ્રદેશ સરકારે કામ કર્યું છે
કિસાન રાજનીતિનો હિસ્સો ૨૦૧૪ બાજ બન્યો છે પહેલા કિસાોનું કોઇ ધ્યાન રાખતુ ન હતું યોગીએ કહ્યું કે શેરડીના કિસાનો માટે પણ સરકારે મોટા સ્તર પર કામ કર્યું છે પહેલા આ પ્રદેશમાં કોઇ પર્વ શાંતિપૂર્વક રીતે યોજાતો ન હતો ચાર વર્ષમાં કોઇ પણ પર્વમાં કોઇ અશાંતિ ફેલાઇ નથી પહેલા પ્રદેશમાં કોઇ આવવા માંગતુ ન હતું પરંતુ હવે પ્રદેશ બધાની પહેલી પસંદ છે પોલીસને પણ પ્રદેશમાં મોટા સ્તર પર રિફોર્મ કરવામાં આવ્યા છે.
યોગીએ કહ્યું કે ઉત્તરપ્રદેશના અપરાધી બીજા પ્રદેશોમાં છુપાઇ જાન બચાવી રહ્યાં છે ભૂ માફિયાઓને પણ ખતમ કરવાનું કામ ઉત્તરપ્રદેશ સરકારે કર્યું છે ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય પર્યટન પોલીસ રિફોર્મ ક્ષેત્રોમાં અમે સારૂ કાર્ય કર્યું છે અમે કમિશ્નર પ્રણાલી લાગુ કરી તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પડેસ્ક સ્થાપિત કર્યું
યોગીએ કહ્યું કે પ્રદેશમાં ઓડીપીએ પ્રદેશને નવી ઓળખ આપી ૧ કરોડ ૮૦ લાખ રોજગારની તકો એમએસએમઇ દ્વારા થઇ નમામિ ગંગા હેઠળ ગંગાને સાફ કરવા માટે મોટા સ્તર પર કામ થયું ગંગા અમારી અર્થવ્યવસ્થાનો પણ આધાર છે પહેલી વાર ગંગા યાત્રાનું આયોજન ઉત્તરપ્રદેશમાં થયું ગચું જેથી આસ્થાની સાથે અર્થવ્યવસ્થા મજબુત થઇ શકે ગરીબ પહેલા ફકત નારો સુધી સિમિત હતાં અમારી સરકારે ગરીબો માટે અનેક યોજના ચલાવી.
યોગીએ કહ્યું કે માધ્યમિક શિક્ષાના ક્ષેત્રમાં મોટા સ્તર પર કામ થયું છે નકલ વિહિન પરીક્ષાઓ માટે સરકારનં કામ તમામની સામે છે એનસીઇઆરટીનું પાઠ્યક્રમ હમે લાગુ કર્યું સહારનપુર અલીગઢ આઝમગઢમાં નવા વિશ્વ વિદ્યાલય બન્યા પ્રદેશ સરકારની મફત કોચિંગ અભ્યુદય યોજનામાં ૧૮ લાખ છાત્ર જાેડાયા.તેમણે કહ્યું કે ભાજપ સરકારે છેલ્લા ચાર વર્ષમાં રાજયમાં ચારેબાજુ વિકાસ કાર્યો કર્યા છે જેને કારણે રાજયની જનતાનો પણ વિશ્વાસ સરકાર પર વધ્યો છે તેમણે આરોપ લગાવ્યો કે પહેલાની સરકારો જાતિવાદ અને ભેદભાવથી કામ કરી રહી હતી પરંતુ ભાજપ સરકાર તમામ વર્ગોનું ધ્યાન રાખી કામ કરે છે.