ભારત અને પાકિસ્તાન પાછળની વાતો ભૂલી આગળ વધેઃ પાક.સેના ચીફ બાજવા
ઇસ્લામાબાદ: ભારતની સાથે ઘણીવાર યુદ્ધમાં હાર અને આતંકવાદના રૂપમાં છદ્મયુદ્ધમાં પરાસ્ત થઈ ચુકેલ પાકિસ્તાનને હવે અકલ આવવા લાગી છે કે પછી તે શાંતિનો ઢોંગ કરી રહી નવું ષડયંત્ર રચી રહ્યું છે? પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાદ પડોશી દેશના સેના ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યુ કે, પાકિસ્તાને ભારત સાથે ભૂતકાળની વાતો ભૂલી શાંતિ અને વાતચીત માટે તૈયાર છે. ભારતની સાથે કારણ વગર ટકરાવ કરી બરબાદ થયેલા દેશના સેના પ્રમુખે કાશ્મીર તરફ ઇશારો કરતા કહ્યુ કે, આવા મુદ્દાને કારણે દક્ષિણ એશિયા ગરીબીમાં જઈ રહ્યું છે. વિકાસની જગ્યાએ પૈસા હથિયારો પર ખર્ચ કરવા પડી રહ્યાં છે.
પાકિસ્તાન ન્યૂઝ વેબસાઇડ ડોનના રિપોર્ટ પ્રમાણે ઇસ્લામાબાદમાં નેશનલ સિક્યોરિટી ડાયલોગને સંબોધિત કરતા સેના પ્રમુખ બાજવાએ કહ્યુ કે, કાશ્મીર જેવા મુદ્દાનું સમાધાન કાઢવુ જરૂરી છે અને આ સમય છે કે ભારત અને પાકિસ્તાન પાછળની વાતો ભૂલી આગળ વધે. તેમણે કહ્યું કે, ભારત-પાકિસ્તાનના સ્થિર સંબંધથી દક્ષિણ અને મધ્ય એશિયામાં સંપર્ક વધશે. તેમાં વધુ સંભાવનાઓ છે, પરંતુ બે પરમાણુ સંપન્ન પડોશીમાં વિવાદને કારણે આમ થઈ રહ્યું નથી.
બાજવાએ કહ્યું, કાશ્મીર મુદ્દો તેના કેન્દ્રમાં છે. તે સમજવુ મહત્વપૂર્ણ છે કે કાશ્મીર વિવાદનું શાંતિપૂર્વક સમાધાન વગર ઉપમહાદ્વીપમાં તાલમેલની પ્રક્રિયા પૂરી ન થઈ શકે. બાજવાએ કહ્યુ, અમે અનુભવ કરીએ કે આ ઈતિહાસને દાટીને આગળ વધવાનો સમય છે. પરંતુ તેમણે તે પણ જાેડી દીધું કે વાતચીત ભારત પર ર્નિભર કરે છે અને ભારતે તે માટે માહોલ બનાવવો પડશે. એક દિવસ પહેલા પાકિસ્તાનના
પ્રધાનમંત્રી ખાને પણ કહ્યુ હતુ કે સંબંધને સામાન્ય બનાવવા માટે ભારતે પગલા વધારવા પડશે.
ભારત પહેલા સ્પષ્ટ કરી ચુક્યુ છે કે પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદનો માર્ગ છોડતું નથી ત્યાં સુધી તેની સાથે વાતચીત ન થઈ શકે. ભારતે વારંવાર કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે. બોમ્બ-બંદૂક અને આતંકવાદને કારણે પોતાની અર્થવ્યવસ્થાને કંગાળ કરી ચુકેલા પાકિસ્તાનના સેના પ્રમુખે કહ્યુ કે, દક્ષિણ એશિયાના વણઉકેલ્યા મુદ્દા આખા ક્ષેત્રને ગરીબીમાં ધકેલી રહ્યાં છે. બાજવાએ કહ્યું, ‘તે જાણીને દુખ થાય છે કે આજે પણ (દક્ષિણ એશિયા) વ્યાપાર, પાયાની સુવિધા, જળ અને ઉર્જા સહયોગના મામલામાં વિશ્વના સૌથી ઓછા એકીકૃત ક્ષેત્રમાંથી એક છે. બાજવાએ કહ્યુ કે, ગરીબ હોવા છતાં અમે ઘણા પૈસા રક્ષા પર ખર્ચ કરી રહ્યાં છીએ, જે માનવ વિકાસની કિંમત પર આવે છે.’