પંજાબમાં ૩૧ માર્ચ સુધી સ્કુલો બંધ રહેશે
ચંડીગઢ: પંજાબમાં કોરોનાને અટકાવવાના પ્રયાસો હેઠળ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાનોને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો અને સિનેમા અને શોપિંગ મોલમાં લોકોની અવર જવરને સીમિત કરવાનો આદેશ જારી કર્યો છે. કોવિડ સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલ તમામ નિર્ણય આગામી રવિવારથી રાજયમાં લાગુ કરવામાં આવશે
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મેડિકલ અને નર્સિગ કોલેજાે સહિત અન્ય તમામ શિક્ષણ સંસ્થાન ૩૧ માર્ચ સુધી બંધ રહેશે જયારે સિનેમા હોલમાં ૫૦ ટકાથી વધુ દર્શકો અને શોપિંગ મોલમાં કોઇ પણ સમયે ૧૦૦થી વધુ લોકો પ્રવેશ કરી શકશે નહીં મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તે પોતાના ઘરોમં સામાજિક ગતિવિધિઓને આગામી બે અઠવાડીયા સુધી સીમિત કરે જેથી કોવિડના પ્રસારની આ નવી કડીને તોડી શકાય તેમણે અપીલ કરી કે પોતાના ઘરોમાં એક સાથે ૧૦થી વધુ મહેમાનોને ન બોલાવવામાં આવે
તેમણે કહ્યું કે રાજયમાં કોવિડના કારણે જીવ ગુમાવનારા લોકોની યાદમાં આગામી અઠવાડીયાથી દર શનિવારે સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી એક કલાક મૌન રાખવામાં આવશે આ દરમિયાન રાજયમાં કોઇ વાહન પણ ચાલી શકશે નહીં મુખ્યમંત્રીએ તમામ જીલ્લા પ્રશાસનને આ અભિયાનમાં માર્કેટ કમિટિઓ પંચાયતો સહિત સામાન્ય લોકોને જાેડવાનું આહ્વાન કર્યું છે જાે કે આ અભિયાનમાં હિસ્સો લેવો સ્વૈચ્છિક રહેશે
મુખ્યમંત્રીએ રવિવારે તમામ સિનેમાધર,મલ્ટીપ્લેકસ રેસ્ટોંરેટ મોલ વગેરે બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે પરંતુ ઔદ્યોગિક અને અન્ય તમામ આવશ્યક સેવાઓ જારી રહેશે જાે કે ભોજનની હોમ ડીલીવરી નાઇટ કરફયુ દરમિયાન પણ જારી રહેશે મુખ્યમંત્રીએ તમામ સિવિલ અને પોલીસ અધિકારીઓને પોતાના જીલ્લાાં પ્રતિબંધોનુું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.