આણંદ પીપળાવ ગામે ૭ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
આણંદ, રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર સતત કોરોનાને કાબુ માં લેવા માટે વિવિધ નિયંત્રણો લાદી રહી છે. ત્યારે ગુજરાતના આ નાનકડા ગામમાં પણ કોરોના વાઇરસે માઝા મૂકી છે. અને ગામ લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પીપળાવ ગામે ૭ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતે સ્થાનિક લેવલે કેસો વધતા ર્નિણય લીધો છે. વહેલી સવારથી ૫.૦૦ થી ૧.૦૦ સુધી બજારો ચાલુ રહેશે. ૧ વાગ્યા પછી લોકડાઉન લાગુ થશે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આ લોકડાઉનને સમર્થન આપ્યું છે.