લેબ્રાડોર બ્રીડના ડોગ માટે બે લોકો વચ્ચે ઝઘડો થયો
હોશંગાબાદ: હોશંગાબાદમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી સંપત્તિ કે નવજાત બાળક બદલાઈ જવાના વિવાદમાં ડીએનએસ ટેસ્ટની વાતો સાંભળી હતી. પરંતુ હોશંગાબાદમાં એક ડૉગનો ઝઘડો ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ ઉકેલવામાં આવ્યો. રિપોર્ટ બાદ વિવાદ ઉકેલાયો કે ડૉગનો માલિક કોણ છે. આ ડૉગના માલિકી હકને લઈ ૪ મહિનાથી બે લોકોની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. હોશંગાબાદના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં રસપ્રદ મામલો સામે આવ્યો હતો.
લેબ્રાડોર બ્રીડના ડૉગ પર બે લોકો શાદાબ ખાન અને કૃતિક શિવહરે પોતાનો હક જતાવી રહ્યા હતા. વ્યવસાયથી પત્રકાર શાદાબ ખાનનું કહેવું હતું તેઓ ડોગીને પંચમઢીથી લઈને આવ્યા હતા. બીજી તરફ એબીવીપી સાથે જાેડાયેલા કૃતિક શિવહરેએ જણાવ્યું કે તે ડોગને બાબઈથી ખરીદીને લાવ્યા હતા. બંને જગ્યાઓ હોશંગાબાદ જિલ્લામાં આવેલી છે. પોલીસની સમસ્યા ત્યારે વધી ગઈ હતી જ્યારે ડોગે બંને માલિકોની ઓળખ કરી હતી. પોલીસે ઝઘડાના ઉકેલ માટે તમામ પ્રકારના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ બાદમાં નક્કી ન થયું કે ડોગનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે.
વેટનરી ડૉક્ટરે કૂતરાના લોહીના સેમ્પલ લીધા અને શાદાબ ખાનના દસ્તાવેજાેના આધાર પર આ લેબ્રાડોર કૂતરાને જન્મ આપનારી ડોગીના લોહીના નમૂનાની તપાસ માટે હૈદરાબાદની લેબોરેટરી મોકલવામાં આવ્યા. હૈદરાબાદથી આવેલા ડીએનએ રિપોર્ટ બાદ પોલીસ અધિકારી અનૂપ સિંહે જણાવ્યું કે, ટેસ્ટ રિપોર્ટથી એ સ્પષ્ટ થયું કે ડોગનો માલિક શાદાબ ખાન છે. મામલામાં જે પણ વિધિ સંગત કાર્યવાહી હશે તે કરવામાં આવશે. શાદાબ ખાનનું કહેવું હતું કે તેમનો કોકો નામનો કાળા રંગનો ડોગી ઓગસ્ટ મહિનામાં ખોવાઈ ગયો હતો.
તેઓએ પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવ્યો હતો. જાેકે પોલીસે તેની પુષ્ટિ નથી કરી. શાદાબ ખાને આ દરમિયાન પોલીસે ફોન કરીને સૂચના આપી કે તેમનો ગુમ થયેલો ડોગી કૃતિક શિવહરેના ઘરે જાેવા મળ્યો છે. તેઓએ ડોગીનું રજિસ્ટ્રેશન પોલીસને દર્શાવ્યું. પરંતુ શિવહરેનું કહેવું હતું કે કોકો નથી ટાઇગર છે અને તેને ૧૧ ઓગસ્ટે બાબઈથી ખરીદીને લાવ્યા હતા.