Western Times News

Gujarati News

બાઝીગરના શૂટિંગ વખતે શિલ્પા ગભરાઈ ગઈ હતી

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨નો અપકમિંગ એપિસોડ મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. કારણ કે આ વખતે સુપર ડાન્સર ચેપ્ટર ૪ના જજ શિલ્પા શેટ્ટી, અનુરાગ બાસુ અને ગીતા કપૂર મહેમાન બનીને આવવાના છે. એપિસોડને વધારે મનોરંજક બનાવશે નિહાલ અને સાઈલીનું પર્ફોર્મન્સ. બંનેએ એ મેરે હમસફર, કિતાબે બહોત સી અને ચુરા કે દિલ મેરા સોન્ગ ગાયા હતા. બંનેનું પર્ફોર્મન્સ શિલ્પા શેટ્ટી અને અનુરાગ બાસુને એટલું પસંદ આવ્યું હતું કે તેમણે સ્ટેજ પર આવીને ચુરા કે દિલ મેરા સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો.

આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ જૂના દિવસોને વાગોળ્યા હતા. તેની ડેબ્યૂ ફિલ્મ ‘બાઝીગર’માં શાહરુખ ખાને કેટલી મદદ કરી હતી તેના વિશે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે, સોન્ગના લિપ સિંકને પર્ફેક્ટ બનાવવા માટે કિંગ ખાને તેને મદદ કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે, બાઝીગર મારી પહેલી ફિલ્મ હતી અને હું થોડી નર્વસ હતી. પરંતુ શાહરુખ ખાન સ્વીટ હતો

તે મને હંમેશા શાંત રાખતો હતો તેમજ સીન કરવામાં મદદ કરતો હતો. જ્યારે અમે સોન્ગ ‘એ મેરે હમસફર’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મારે લિરિક્સને લિપ સિંક કરવાના હતા. પરંતુ હું તે યોગ્ય રીતે કરી શકતી નહોતી. જીઇદ્ભને આ વાતની જાણ થઈ અને મને મદદ કરી હતી. તેણે મને લિપ સિંક કેવી રીતે કરવું તેની ટેકનિક શીખવી હતી.

આ સિવાય આદિત્યએ શિલ્પા શેટ્ટીને કન્ટેસ્ટન્ટ્‌સ તેમજ તેને થોડા યોગાસન શીખવવા માટે કહ્યું હતું. એક્ટ્રેસે તરત જ હા પાડી હતી અને આશિષ, સવાઈ તેમજ આદિત્યને યોગાસન શીખવ્યા હતા. સવાઈ અને આશિષે કહ્યું કે, શિલ્પા શેટ્ટી પાસેથી યોગાસન શીખવા તે મોટી વાત છે. તે ડાઉન ટુ અર્થ છે. તેઓ તરત જ અમને યોગાસન શીખવવા માટે તૈયાર થઈ ગયા હતા. જેની પ્રેક્ટિસ અમે ઘરે પણ કરી શકીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.