અમદાવાદમાં રિક્ષા ગેંગે હીરાના વેપારીનું પેકેટ ચોરી લીધું
અમદાવાદ: રિક્ષામાં પેસેન્જર બેસાડીએ નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ દિવસેને દિવસે આતંક વધતો જાય છે. હવે તો આ અંગે હીરાના પકેટ ની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં રહેતા અને બાપુનગર ખાતે હીરાની લે વેચ નું કામકાજ કે પ્રવીણ ભાઈ પટોળીયા ૧૮મી માર્ચે સવારે હીરા વેચવા માટે ભાવનગર ગયા હતા. જાેકે હીરા ના વેચતા તેઓ અને તેમના ભાગીદાર કનુભાઈ ગોંડલિયા સાંજ ના સમયે લક્ઝરી બાદમાં બેસી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.
રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી રિક્ષા માં તેઓ કાલુપુર સર્કલ ઉતર્યા હતા. કાલુપુર બ્રિજ પર થી એક રિક્ષામાં બેસી તેઓ ઠક્કર નગર જવા માટે નીકળ્યા હતા. જે રિક્ષા માં અગાઉ થી જ રિક્ષા ચાલક સહિત પાંચ લોકો બેઠા હતા. જેમાં એક વ્યક્તિ ને રિક્ષા ચાલક તેની પાસે બેસાડી ફરિયાદી અને તેના ભાગીદાર ને પાછળની સીટમાં બેસાડ્યા હતા.
જાેકે, પાછળની સીટમાં અગાઉ થી જ બેસેલ વ્યક્તિએ ફરિયાદીને બે ત્રણ વખત થોડા આગળ પાછળ થવાનું કહ્યું હતું. બાદ માં રિક્ષા ચાલકે રિક્ષા ઠક્કરનગર લઈ જવાના બદલે નરોડા તરફ લઈ ગયો હતો. જેથી ફરિયાદીએ તેને આ બાબતની જાણ કરતા એ બોલ્યો હતો કે હું ઠક્કરનગર જવાનો નથી. તમારે ઉતરવું હોય તો ઉતરી જાઓ.
એમ કહીને ફરિયાદીને જી સી એસ હોસ્પિટલ આગળ ઉતારી દીધા હતા. અને રિક્ષા ચાલક ભાડું લીધા વગર નીકળી ગયો હતો.થોડી વાર બાદ ફરિયાદીએ હીરા નું પેકેટ છે કે કેમ તેની ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે કોઈ ધારદાર વસ્તુ થી પેન્ટ નું ખિસ્સું ફાડી તેમાંથી હીરા ના પેકેટ ની ચોરી થઈ છે. જે અંગે ની જાણ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.