લૂંટેરી દુલ્હન જૂનાગઢની જેલમાંથી લગ્ન માટે આવી હતી

અરવલ્લી, માલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માલપુરના ઉભરાણમાંથી એક ૩૫ વર્ષના યુવક પાસેથી બે લાખ લઇને લૂંટેરી દુલ્હન ફરાર થઇ ગઇ હતી પણ વાત અહીં જ નથી અટકતી આ યુવતીએ આ પહેલા ૧૫ વાર આ રીતે યુવાન અને તેના પરિવારને લૂંટ્યા છે. હાલ તે જૂનાગઢની જેલામાં બંધ હતી.
તે દરમિયાન જ આ આખો પ્લાન ધડીને ફરીથી ઉભરાણના યુવાનને લૂંટીને ફરાર થઇ ગઇ છે. જે અંગે હાલ યુવકે પોલીસ ફરિયાદ કરી છે. માલપુરના ઉભરાણના યુવકને મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ભેગા થઇ લગ્નના નામે ૧.૭૫ હજારની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતા તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉભરાણના ૩૫ વર્ષીય યુવકના લગ્ન માટે સમાજમાં દીકરીઓની અછત હોવાથી અમદાવાદની મહિલા સાથે સંપર્ક થતા યુવતી બતાવી લગ્ન માટે બે લાખ નક્કી થયા હતા. લગ્ન કરાર વખતે નોટરી કરાવવા જતા આધારકાર્ડ ખુલતું ન હતુ જેથી નોટરી થઇ ન હતી. યુવકે નોટરી કર્યા વગર મહિલાને ૧ લાખ ૭૫ હજાર આપ્યા હતા.
ત્યાં દસ દિવસ બાદ ઘરે બાધા કરવાની છે તેવું જણાવીને બીજા ૨૫,૦૦૦ લઇ ગઇ હતી. આ મહિલા અમદાવાદ ગયા બાદ પરત ના ફરતા યુવક સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ઉભરાણના જયેશભાઈ જશુભાઇ પટેલ ઉં. વર્ષ ૩૫ જેઓ પોતાના માતા-પિતા સાથે રહી ખેતી કામ કરતા હતા. લગ્નની ઉંમર થઈ હોય પરિવારના સભ્યો દ્વારા સંસ્કારી વહુની શોધમાં હતા પરંતુ સમાજમાં દીકરીઓ ઓછી હોવાને કારણે અન્ય સમાજમાં લગ્ન કરવાનું નક્કી કર્યું.