૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધીમાં રિમોટ વોટિંગની વ્યવસ્થા શરૂ થઈ જશે
નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આશા વ્યક્ત કરી કે રિમોટ વોટિંગની વ્યવસ્થા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધીમાં શરુ થઈ શકે છે. અરોરાએ તેની સાથે જ કહ્યું કે, પ્રાયોગિક પરિયોજના આગામી બે-ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. અરોરાએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં આઇઆઇટી મદ્રાસ, અન્ય આઇઆઇટી અને અન્ય પ્રમુખ સંસ્થાનોને પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ્સની સાથે વિચાર વિમર્શથી રિમોટ વોટિંગને સક્ષમ બનાવવા માટે એક શોધ પરિયોજના શરૂ કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એક સમર્પીત ટીમ આ પરિયોજનાને આકાર આપવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેઓએ કહ્યું કે, આશા છે કે આ અવધારણા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધીમાં પૂર્ણ થઈ જાય. ઝ્રઈઝ્રએ કહ્યું કે, પહેલી પ્રાયોગિક પરિયોજના આગામી બેથી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે.
તેઓએ કહ્યું કે આ રેખાંકિત કરવું જરુરી છે કે પરિયોજનાનો ઉદ્દેશ્ય ન તો ઇન્ટરનેટ આધારિત મતદાન છે અને ન તો તેમાં ઘરે બેઠા મતદાન સામેલ છે. સુનીલ અરોરાએ કહ્યું કે, ચૂંટણી પંચ માટે મતદાનની પારદર્શિતા અને ગોપનીયતા હંમેશા સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિશ્વસનીય ચૂંટણી સુનિશ્ચિત કરવામાં એક માર્ગદર્શક વિચાર રહ્યો છે.
તેઓએ કહ્યું કે, ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ વિભિન્ન વિકલ્પો પર વિચાર-વિમર્શ બાદ આ પ્રકારના મતદાનના અંતિમ મોડલને આકાર આપશે. તેઓએ કહ્યું કે, કેટલાક પ્રક્રિયાત્મક ફેરફાર પણ થશે સીઇસીએ કહ્યું કે, રાજકીય પાર્ટીઓ અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ થશે.
પરિયોજનામાં સામેલ બ્લોકચેન ટેક્નોલોજી વિશે જણાવતા પૂર્વ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશ્નર સંદીપ સક્સેનાએ પહેલા કહ્યું હતું કે આ અવધારણા બાયોમેટ્રિક ઉપકરણો અને એક વેબ કેમેરાની સાથે સક્ષમ સમર્પિત ઇન્ટરનેટ લાઇનો પર વ્હાઇટ-લિસ્ટેડ આઇપી ઉપકરણો પર નિયંત્રિત માહોલમાં બે તરફથી ઇલેક્ટ્રોનિક વોટિંગ પ્રણાલી છે.