મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા ૩ મહાનગરોમાં લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Bhopal-scaled.jpg)
ભોપાલ, કોરોના વાયરસની મહામારી એક વર્ષ બાદ પણ વેક્સીન શોધાઈ જવા છતાં જેસે થી એવી સ્થિતિમાં આવી ગઈ છે. ભારતમાં વધતા જતા કેસોની વચ્ચેની આ બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે દેશના મધ્યપ્રદેશ રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અહીંયા કોરોનાના કેસ વધી જતા રાજ્યના ત્રણ મોટા શહેરોમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલ-ઇંદોર, જબલપુર શહેરમાં શનિવારે રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લૉકડાઉન હાલમાં સોમવારે સવારે ૬.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે તેવો પ્રસાશનિક આદેશ છે.
આ સમય દરમિયાન ફક્ત ઇર્જન્સી સેવાઓ જ કાર્યરત રહેશે. મધ્યપ્રદેશ પ્રસાશન દ્વારા આ ત્રણ મોટા શહેરોમાં કલમ ૧૮૮ લાગુ કરી દેવામાં આી છે. તમે કોઈ પણ કારણ વગર ઘરની બહાર નીકળી નહીં શકો અને આ કારણ પણ ઇર્મજન્સી હશે તો જ માન્ય ગણાશે. પોલીસને અકારણે ફરતા લોકોની ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં સ્થિતિ ગંભીર છે. જાેકે, તેમ છતાં ૨૪ કલાકમાં ગુજરાત કરતાં ઓછા કેસ આવ્યા છે. અહીંયા છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૭ નવા કેસ નોંધાયા છે. આ કેસમાં ૫૯ ટકા એટલે કે ૭૭૮ કેસ ઇંદોર, ભોપાલ અને જબલપુરના છે. રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં એક્ટિવ કેસમાં ૬૪ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે.