મોદી પર પ્રહાર,વારંવાર બોલવાથી જૂઠ બદલાઈ નથી જાતું : રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત બે દિવસના પ્રવાસ પર સોમવારે કેરળ પહોચ્યા છે આ અગાઉ તેમણે ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ૧૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીની ફોટો સાથે બે સમાચાર પત્રમાં છપાયેલ એક જેવી જાહેરાતને લઈ તંજ કસ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વારંવાર પૂનરાવર્તિત કરવાથી પણ જૂઠ જૂઠ રહે છે.
આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત રાહુલ ગાંધી સોમવારે કેરળ પહોંચશે. કોંગ્રેસ તરફથી રવિવારે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ દરમ્યાન રાહુલ ગાંધી કેટલાય જિલ્લાઓમાં આયોજિત જનસભાઓમાં ભાગ લેશે. અગાઉ ૨૪ ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી કેરળના પ્રવાસે ગયા હતા. ત્યારે તેમણે કેરળના કોલ્લમમાં માછીમારો સાથે મુલાકાત કરી અને તેમની સાથે સમુદ્રમાં છલાંગ પણ લગાવી હતી. ૧૪૦ સભ્યોની કેરળ વિધાનસભા માટે ૬ એપ્રિલે મતદાન થશે અને ૨ મેના રોજ પરિણામ આવી જશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર પ્રહાર કર્યો. જણાવી દઈએ કે પ્રભાત ખબર અને સન્માર્ગ નામના સમાચાર પત્રોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે એક જાહેરાત છપાઈ હતી. આ જાહેરાત પહેલાં ૧૪ ફેબ્રુઆરીએ અને પછી ૨૫ ફેબ્રુઆરીએ છપાઈ. આ તસવીર સાથે લખ્યું હતું, “પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મળ્યું મારું પોતાનું ઘર, છત મળવાથી ૨૪ લાખ પરિવાર આર્ત્મનિભર થયા. સાથે આવો એક સાથે મળી આર્ત્મનિભર ભારતના સપનાને સાકાર કરીએ.” જેની સાથે જ એક નારો લખ્યો છે, “આર્ત્મનિભર ભારત, આર્ત્મનિભર બંગાળ.”
રિપોર્ટ્સ મુજબ આ જાહેરાતમાં જે મહિલાનો ફોટો છે તેનું નામ લક્ષ્મી દેવી છે. લક્ષ્મી દેવી પાસે પોતાનું કોઈ ઘર નથી અને તે ભાડાંના એક નાનકડા રૂમમાં રહે છે જેનું ભાડું ૫૦૦ રૂપિયા પ્રતિ મહિના છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે લક્ષ્મી દેવીની ફોટો ક્યારે પાડવામાં આવી તેની પણ તેને ખબર નથી. હવે આ જાહેરાત દ્વારા જ વિપક્ષીઓ પીએમ મોદી પર જૂઠા પ્રચારનો આરોપ લગાવી રહ્યા છે.