સુરતમાં કતારગામમાં આધેડ મહિલાની ભાડુઆતે હત્યા કરી
સુરત: સુરતમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલ રેલ રાહત કોલોનીમાં રહેતી આધેડ મહિલાના ઘરમાં છેલ્લાં ઍક માસથી સાથે જ રહેતા યુવકે કોઇ અગમ્ય કારણોસર ચપ્પુના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હ્લજીન્ની ટીમની મદદથી તપાસ હાથ ધરી છે. જાે કે મહિલાની હત્યા ભાડાના ૫૦૦ રૂપિયાને લઈ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરતમાં સતત સામે આવતી હત્યાની ઘટના વચ્ચે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કતારગામના ગોટાલાવાડી ખાતે આવેલ રેલ રાહત કોલોનીમાં આવેલ ગીતાબેન ભરતભાઇ પ્રજાપતિ રહેતા હતા અને લોજીંગનુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.છેલ્લાં એક માસથી ગીતાબેનના ત્યાં હિતેશ ઉર્ફે લાલુ નટવર વસાવા નામનો યુવક રહેતો હતો અને લોજીગમા ભોજન કરતો હતો. રવિવારે રાત્રે કોઇક વાતને લઇને ગીતાબેન અને સાથે રહેતા હિતેશ ઉર્ફે લાલુ વચ્ચે ઝઘડો થયો હતો.
જેથી ઉશ્કેરાયેલા હિતેશે ગીતાબેનને ચપ્પુના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા કરી નાખી હતી. જાે કે આ હત્યા ભાડાના ૫૦૦ રૂપિયાને લઈ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ મથકના પી.આઇ. સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સીંગણપોર રોડ ખાતે આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા રવિ પ્રજાપતિની ફરીયાદના આધારે હિતેશ ઉર્ફે લાલુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.પરંતુ મહિલાની હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. મળતી વિગતો પ્રમાણે આધેડ મહિલાની ઘાતકી હત્યા કરનાર આરોપી હિતેશ ઉર્ફે લાલુને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.