Western Times News

Gujarati News

વેક્સિન માટે સેન્ટરમાં જવા માટે ખેડૂતોનો સાફ ઈનકાર

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસને જાેતા ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જાે સરકાર જરૂરી સમજે તો આંદોલનમાં સામેલ વૃદ્ધોને કોવિડ વેક્સિનેશન કરાવી શકે છે. તેથી સરકાર ધરણાસ્થળ પર આવીને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરે. વૃદ્ધ ખેડૂત કોઈ સેન્ટરમાં જશે નહીં. ભાકિયુના રાષ્ટ્રીય પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકનુ કહેવુ છે કે આ એક નવો રોગ જરૂર છે પરંતુ એટલો ભયાવહ નથી જેટલો સરકાર લાંબા સમયથી પ્રચાર કરી રહી છે. ગાઝીપુર ધરણા પ્રબંધન કમિટીના નેતા જગતાર સિંહ બાઝવાએ જણાવ્યુ કે કોઈ પણ ધરણા સ્થળમાં કોવિડ-૧૯ ના કેસ સામે આવ્યા નથી. ખેડૂત લગભગ ૪ મહિનાથી દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. તે સમયે કોવિડના કેસ આજ કરતા વધારે આવી રહ્યા હતા.

આંદોલનકારી કોઈ પણ ખેડૂતના મોત કોરોનાથી થયા નથી. ખેડૂત નેતાઓનો આરોપ છે કે સરકાર આંદોલન ખતમ કરાવવા માટે કોરોનાના બીજીવાર આવવાનો પ્રચાર ઘણા જાેર શોરથી કરી રહ્યા છે.

તેમણે કહ્યુ કે આંદોલનકારી ખેડૂત જ્યાં બેઠા છે ત્યાં જ બેસી રહેશે. તે કોઈ પણ પરિસ્થિતિમાં ત્યાંથી હટવાના નથી. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે સરકારે પહેલા પણ જન અવાજાેને કોરોનાનુ બહાનુ કરીને દબાવ્યો છે. ખેડૂત આંદોલનને કોરોનાનો ડર બતાવીને દબાવી શકાય નહીં. સરકારે જાે એવો પ્રયત્ન કર્યો તો આંદોલન વધશે.

પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકનુ કહેવુ છે કે માગ પૂરી થયા પહેલા ખેડૂત ઘરે પાછા જશે નહીં. ખેડૂત પોતાની અને ભાવિ પેઢી માટે જ આંદોલન કરી રહ્યા છે. ખાલી
હાથ ઘરે પાછા જવાનો મતલબ થશે કે તેઓ હારી ગયા. એટલે ખેડૂત મરી ગયા. પરંતુ એવુ થશે નહીં. ખેડૂત આંદોલન ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.