ચોરી કરવા આવેલ ચોર લપસી જતાં માથું રેલિંગમાં ફસાયું
મેક્સિકો: ચોર ચોરી કરવાની કોઈ પણ હાથમાંથી જવા નથી દેતો. પરંતુ ક્યારેક ચોરી કરવા માટે ગયેલા ચોરને પણ મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક એવું કંઈક ઘટી જાય છે જેના કારણે તેના જીવ ઉપર પણ ખતરામાં પડી જાય છે. આવું જ કંઈક મેક્સિકોમાં થયું છે. અહીં એક ચોર ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી રહ્યો હતો. પરંતુ ત્યારે જ તેનો પગ લપસ્યો અને તેનું માથું એક રેલિંગમાં જઈને ફસાઈ ગયું. આ ઘટના મેક્સિકોના મોરલિયામાં ગત સપ્તાહે બની હતી.
ત્યાં એક ચોર ઘરની અંદર ધાડ પાડવાના ઈરાદાથી ઘૂસવાની યોજના બનાવી રહ્યો હતો. ઘરની બહાર સુરક્ષા માટે મોટી-મોટી લોખંડની રેલિંગ લગાવી હતી. ચોર તેની પર ચડીને ઘરની અંદર ઘૂસી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો. ત્યારબાદ તેનું માથું સીધું જઈને રેલિંગની વચ્ચે ફસાઈ ગયું.
તેને ત્યાં ફસાયેલો જાેઈને લોકોએ પોલીસ અને ઇમરજન્સી સર્વિસને જાણ કરી. પોલીસ તો થોડાક જ સમયમાં ત્યાં પહોંચી ગઈ પરંતુ ઇમરજન્સી સર્વિસની ટીમને ત્યાં પહોંચવામાં લગભગ અઢી કલાક જેટલો સમય લાગ્યો. આ દરમિયા ચોર રેલિંગમાં જ ફસાયેલો રહ્યો. જે સમયે ચોર રેલિંગમાં ફસાયેલો હતો તો લોકોએ તેનો વીડિયો પણ ઉતાર્યા, જે બાદમાં ખૂબ વાયરલ થઈ ગયા. પોલીસે મેટલ કટરની મદદથી લોખંડની રેલિંગને કાપીને તેને સહી સલામત બહાર કાઢ્યો અને ધરપકડ કરી લીધી.