જમ્મુ કાશ્મીરમાં અનેક પીડીપી નેતા મહેબૂબાનો સાથ છોડી રહ્યાં છે
શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને સંભાળવામાં લાગેલ મહેબુબા મુફતીના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે.ત્યારે એકવાર ફરી શ્રીનગર નગર નિગમમાં પીડીપીના બે કોર્પોરેટરોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે.
શ્રીનગર નગર નિગમમાં ઇદગાહ ૫૧ વોર્ડનું પ્રતિનિધિત્વ કરનાર કાઉન્સિલર મોહમ્મદ અશરફ બટ્ટ અને મહરાજગંજ વોર્ડના કાઉન્સિલર ફારૂક અહમદ મીરે પીડીપી છોડવાની જાહેરાત કરી છે. આ બંન્ને જ પૂર્વ એમએલસી ખુર્શીદ આલમના નજીકના માનવામાં આવતા હતાં મોહમ્મદ અશરફ બટ્ટે કહ્યું કે અમે શરૂથી જ ખુર્શીદ આલમની સાથે ચાલ્યા છીએ તેઓ જ અમને પીડીપીમાં લાવ્યા હતાં હવે તઓ પીડીપીમાં નથી તો અમારૂ પીડીપીમાં શું કામ આથી અમે પણ પીડીપીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
એ યાદ રહે કે આ પહેલા પણ પૂર્વ એમએલસી ખુર્શીદ આલમ અને પૂર્વ એમએલસી યાસિર રેશીએ પણ પીડીપીમાંથી રાજીનામા આપી દીધા હતાં સરકારી નોકરી છોડી રાજનીતિમાં આવેલ પૂર્વ ટ્રેડ યુનિયન નેતા ખુર્શીદ અને યાસિર રેશીએ બે વર્ષ પહેલા પાર્ટી અધ્યક્ષ મહેબુબા મુફતીની વિરૂધ્ધ બળવો કર્યો હતો અને ઔપચારિક રીતે પોતાનું રાજીનામુ મોકલી દીધું હતું
ઉત્તરી કાશ્મીરના બાંદીપોરા જીલ્લાની રહેવાસી રેશીએ કહ્યું કે તે પોતાનું ભવિષ્ય નક્કી કરતા પહેલા પોતાના કાર્યકર્તાઓ અને શુભચિંતકોથી સલાહ લેશે પીડીપીના આ નેતાઓના રાજીનામા જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પીડીપીના સંસ્થાપક સભ્ય મુઝફફર હુસૈન બેગની પીડીપીમાં સામેલ થયા બાદ આવ્યા હતાં.સુત્રોનું કહેવુ છે કે પીડીપીથી અલગ થયેલ આલમ અને રેશી પણ બેગની જેમ જ પીપલ્સ કોન્ફરન્સમાં સામેલ થઇ શકે છે.
શ્રીનગર અને જમ્મુમાં એક પછી એક પાર્ટીના વરિષ્ઠ નેતાના અલગ થવાથી મુફતીની ચિંતામાં વધારો થઇ રહ્યો છે તે પુરો પ્રયાસ કરી રહ્યાં છે કે તે પાર્ટી અને તેના સભ્યોને એક સાથે જાેડે પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે. કલમ ૩૭૦ હટ્યા બાદથી અત્યાર સુધી પીડીપીથી અડધો ડઝનથી વધુ નેતા પાર્ટીથી સંબંધ તોડી ચુકયા છે.