શરદ પવાર કંઇ મજબુરીમાં દેશમુખનો બચાવ કરે છે : ભાજપ
નવીદિલ્હી: કેન્દ્રીય મત્રી રવિશંકર પ્રસાદે આજે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ એક ખેલા થઇ રહ્યું છે.એ યાદ રહે કે બંગાળ ચુંટણીમાં ટીએમસીએ ખેલા હોબેનું સુત્ર આપ્યું છે. તેમણે કહ્યું કે એટીએસની પત્રકાર પરિષદ જાેઇ તેમાં ફકત નિવેદન જારી કરવામાં આવ્યું એક પણ સવાલ લેવામાં આવ્યો નહીં આખરે મહારાષ્ટ્રમાં ચાલી શું રહ્યું છે ત્યાં વિકાસ નહીં વસુલી થઇ રહી છે.
રવિશંકરે મહારાષ્ટ્ર સરકારને મહાવસુલી અઘાડી સરકાર ગણાવી અને મહિલા આઇપીએસ અધિકારી રશ્મિ શુકલાના પત્રનો હવાલો આપતા ઉદ્વવ સરકાર પર હુમલો કર્યો તેમણે કહ્યું કે રશ્મિ શુકલા સિવિલ ડિફેંસમાં નાખી દેવામાં આવી હતી તે એટલી પરેશાન થઇ કે અંતે ડેપ્યુટેશન પર સીઆઇએસએફમાં ચાલી ગઇ
કેન્દ્રીય મંત્રીએ શિવસેના કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને અનેક સવાલ પુછયા તેમણે પુછયુ કે મહારાષ્ટ્રનો શો કોણ ચલાવી રહ્યું છે શું આ મહારાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી કન્ફયુજડ સરકાર છે. વસુલી અઘડીની રાજનીતિક દિશા શું છે આ સાથે તેમણે એ પણ કહ્યું કે શરદ પવારને રાજનીતિક વિશ્વસનીયતા હાંસલ છે પરંતુ તે કોઇ મજબુરીમાં અનિલ દેશમુખનો બચાવ કરી રહ્યાં છે. એ યાદ રહે કે મુકેસ અંબાણીના ઘર એટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મળ્યા બાદ માનો કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે.આ મામલામાં મુંબઇ પોલીસના એક અધિકારી સચિન વાઝેની એનઆઇએ ધરપકડ પણ કરી છે