Western Times News

Gujarati News

AMTSની આવકમાં રૂા.૯૬ કરોડનો ઘટાડો

File photo

ટ્રા. મેનેજરના બજેટમાં નવી ૧૦૦ બસ દોડાવવા જાહેરાત : મુખ્યમંત્રી યોજના અંતર્ગત નવી બસો માટે પ્રતિ કીલોમીટર રૂા.૧ર.પ૦ સબસીડી મળશે
(દેવેન્દ્રશાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન “લાલ બસ” આગામી વર્ષમાં પણ મ્યુનિ. કોર્પોરેશનની લોન પર નિર્ભર રહેશે. કોરોના અને લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ સર્વિસની આવકમાં ચિંતાજનક હદે ઘટાડો થયો છે. તેમજ પેટ્રોલ-ડીઝલ ઈન્ડેકસને ધ્યાનમાં લીધા વિના નવા નાણાકીય વર્ષમાં બસ ભાડામાં કોઈ જ વધારો નહી કરવા માટે સંસ્થા મક્કમ હોવાના દાવા ર૦ર૧-રર ના ડ્રાફટ અંદાજપત્રમાં કરવામાં આવ્યો છે.
કોરોના અને લોકડાઉનના કારણે ર૦ર૦ના વર્ષમાં “લાલ બસ” સેવા લગભગ ત્રણ મહીના બંધ રહી હતી જુન-ર૦ર૦થી આંશિક સેવા શરૂ કરવામાં આવી હતી. ર૦ર૦-ર૧ના વર્ષમાં મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સેવા બંધ રહી હોવાથી તેની સીધી અસર સંસ્થાની તિજાેરી પર જાેવા મળી છે. સંસ્થા દ્વારા ર૦ર૦-ર૧ના બજેટમાં રૂા.૧૩૧.૩૮ કરોડની આવક થવાનો અંદાજ ચુકવામાં આવ્યો હતો

જેની સામે નાણાકીય વર્ષના અંત સુધી માત્ર રૂા.૩પ કરોડની જ આવક થાય તેમ છે. આમ કોરોનાના કારણે ટ્રાન્સપોર્ટ સર્વિસની આવકમાં રૂા.૯૬ કરોડનો ઘટાડો થયો છે જેના કારણે ર૦ર૧-રર ના ડ્રાફટ અંદાજપત્રમાં મ્યુનિ. કોર્પોરેશન લોનની રકમમાં વધારો દર્શાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ સર્વિસને ર૦ર૦-ર૧માં મ્યુનિ. લોન રૂા.૩પપ કરોડ મળવાની અપેક્ષા હતી જયારે ર૦ર૧-રર ના ડ્રાફટ અંદાજપત્રમાં મ્યુનિ. લોન પેટે રૂા.૩૮૯ કરોડ મળવાની આશા રાખવામાં આવી છે. કોરોનાના કારણે ૩૦૦ બસ ના ઓર્ડર કેન્સલ થયા બાદ સંસ્થા દ્વારા નવી ૧૦૦ બસ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી પ૦ બસ સંસ્થાને મળી ચુકી છે. તેમ છતાં તમામ ૧૦૦ બસો ઓકટોબર મહીનાથી રોડ પર મુકવા માટે ડ્રાફટ અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી આ ૧૦૦ બસ લેવામાં આવી રહી છે. જેની સામે મુખ્યમંત્રી શહેરી બસ સુવિધા યોજના અંતર્ગત પ્રતિ કીલોમીટર રૂા.૧ર.પ૦ લેખે સબસીડી મળશે. પ્રતિ બસ દૈનિક ૧૬૦ કીલોમીટરની ગણત્રી મુજબ સંસ્થાને સબસીડી મળશે. રાજય સરકાર તરફથી શ્રમિક પાસ યોજના અંતર્ગત રૂા.પ.પ૦ કરોડ મળવાનો અંદાજ ડ્રાફટ બજેટમાં રજુ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પ્રતિ શ્રમિક પાસ વાર્ષિક રૂા.પ૬૦૦ લેખે આપવામાં આવશે.

મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હાલ દૈનિક ૬૦૦ બસો રોડ પર મુકવામાં આવે છે જેમાં સંસ્થા દ્વારા સંચાલિત ૩૦ ફીડર બસનો સમાવેશ થાય છે. જયારે પ૭૦ બસો ખાનગી સંચાલકોની છે. ઉલ્લેખનીય બાબત એ છે કે સંસ્થાને જનમાર્ગ દ્વારા આઠ વર્ષ પહેલા ફીડર બસો આપવામાં આવી હતી જેના કીલોમીટર અને આયુષ્ય પુરા થઈ ચુકયા છે નાણાકીય વર્ષના સેકન્ડ હાફમાં નવી ૧૦૦ બસ રોડ પર મુકવાની જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં સાક્ષાત યમદુત સમાન “ફીડર બસ” રોડ પર રહેશે. ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા ર૦ર૧-રર માટે રૂા.પર૩.૭૩ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું જેમાં રૂા.પ૦પ.૭પ કરોડનંુ રેવન્યુ બજેટ છે. જયારે કુલ કેપીટલ બજેટ રૂા.૧૭.૭૩ કરોડનું રહેશે. નવા નાણાકીય વર્ષમાં સંસ્થાને રૂા.૧૧૭ કરોડની આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.