ગ્વાલિયરમાં બસ-ઓટોની ટક્કરમાં ૧૩નાં મોત, ૪ ઘાયલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Gwalior-scaled.jpeg)
ગ્વાલિયર, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક બસ અને ઓટો વચ્ચે ભીષણ ટક્કર થતાં ૧૩ લોકોનાં મોત થયા છે, જ્યારે ૪ અન્ય લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંગળવાર સવારે ગ્વાલિયર શહેરના પુરાની છાવની વિસ્તારમાં બની છે. એડિશનલ એસપીએ પણ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનો માટે ૪ લાખ અને ઘાયલો માટે ૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાને લઈ સિટી એસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે, ઓટો રિક્ષામાં ૧૩ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી.