ફરાહ ખાન લારીમાંથી કેરી ખરીદતી જાેવા મળી હતી
મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ફરાહ ખાન રસ્તા પરની ફૂટપાથની એક લારીમાંથી કેરી ખરીદતા જાેવા મળી રહી છે. જેમાં ફરાહ ખાન કેરી હાથમાં લીધા બાદ માસ્ક હટાવીને તે કેરી સૂંઘતી જાેવા મળી રહી છે.
બાદમાં ફરાહ ખાન આ કેરીને બરાબર રીતે ચેક કર્યા બાદ તે ફેરિયાને પેક કરવા માટે જણાવે છે. આ વિડીયોમાં ફરાહ ખાન કોઈ ગૃહિણીની માફક ફૂટપાથ પર ઊભેલી લારીમાંથી કેરી ખરીદતી જાેવા મળી રહી છે. જેમાં તે એવું કહેતા પણ સાંભળવા મળી રહી છે કે ‘આ કેરી પાકી આપો કારણકે આજે ખાવાની છે’.
આ દરમિયાન ફરાહ ખાન ગ્રે કલરનો ડ્રેસ અને યલો હેન્ડબેગ સાથે જાેવા મળી રહી છે. અહીં નોંધનીય છે કે ફરાહ ખાન બોલિવૂડની જાણીતી ડિરેક્ટર, પ્રોડ્યુસર, કોરિયગ્રાફર છે. ફરાહ ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં ‘મેં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘તીસ માર ખાન’, ‘હેપ્પી ન્યૂ યર’નો સમાવેશ થાય છે.