સિધિયાએ વિરોધ પક્ષોને પેટ્રોલ ડીઝલના ભાવનું ગણિત સમજાવ્યું
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કોંગ્રેસને ફટકાર લગાવી છે. હકીકતમાં બન્યું એવું કે રાજ્યસભામાં સિંધિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે ઘણાં કોંગ્રેસી સાંસદ પેટ્રોલ-ડીઝલની કિંમતોનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સિંધિયાએ તેમને પેટ્રોલના ભાવવધારાનું ગણિત સારીરીતે સમજાવી દીધું હતું.
સિંધિયાએ કિધું કે મારુ મોં ન ખોલાવશો, એક શહેરનો રેટ ૧૦૦ કરોડ છે. તેમનો ઇશારો મહારાષ્ટ્ર બાજુ હતો. જ્યોતિરાદિત્યે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર ખર્ચ બાદ કર્યા બાદ ૪૦ ટકા રાજ્ય અને ૬૦ ટકા કેન્દ્રને મળે છે. આ ૬૦ ટકામાંથી ૪૨ ટકા રાજ્યને જાય છે. રાજ્યને તે રકમના ૬૪ ટકા મળે છે અને ૩૬ ટકા કેન્દ્રની પાસે રહે છે.
સિંધિયાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં તો સૌથી વધુ ભાવ છે. અહીં તમે સરકારને ગાળો આપો છે પણ ત્યાં તો તમારા મોં સિવાઇ જાય છે. એટલું જ કહીશ કે જેના ઘર કાચના બનેલા છે તેણે બીજાના ઘર પર પથ્થર ન મારવો જાેઇએ. કોંગ્રેસ સાંસદે ૧૫ લાખની વાત કાઢી તો સિંધિયાએ કહ્યું કે મારુ મોં ન ખોલાવતા. જાે તમે ૧૫ લાખની વાત કરશો તો મારે મહારાષ્ટ્રની વાત કરવી પડશે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી જે રિપોર્ટ આવી રહ્યા છે. ૧૦૦ કરોડ રુપિયા ગૃહમંત્રી લઇ રહ્યા છે. તમે પહેલા ૧૦૦ કરોડનો હિસાબ આપો. આ તો ફક્ત મુંબઇ શહેરના છે. બાકી શહેરની શું હાલત છે.