બિહારમાં વિરોધ પક્ષની સમાંતર વિધાનસભા : નીતીશ બરતરફ
પટણા: બિહાર સશસ્ત્ર પોલીસ બળ વિધેયક ૨૦૨૧ના વિરોધમાં બિહાર વિધાનસભામાં ગઇકાલે થયેલ જબરજસ્ત હંગામા બાદ આજે પણ આવી જ સ્થિતિ જાેવા મળી હતી. ગૃહની કાર્યવાહી વિરોધ પક્ષના બહિષ્કારની વચ્ચે શરૂ થઇ હતી. વિરોધ પક્ષના ધારાસભ્યોએ ગૃહની બહાર પોતાન સમાંતર સત્ર શરૂ કર્યું હતું તેમણે વિધાનસભામાં પોતાના ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર ભુદેવ ચૌધરીને અધ્યક્ષ તરીકે બેસાડયા હતાં તેમણે મુખ્યમંત્રી નીતીશકુમારને પદ પરથી બરતરફ કરી દીધા હતાં સમાંતર ગૃહને લઇ રાજદની મહિલા ધારાસભ્યોએ કહ્યું કે સત્તા પક્ષ નિરંકુશ થઇ ગઇ છે. વિપક્ષી પાર્ટીના નેતાઓએ આંખો પર પટ્ટી બાંધી પ્રદર્શન કર્યા હતાં સભ્યોના હાથમાં બેનરો હતાં જેમાં લખવામાં આવ્યું હતું કે નીતીશકુમારની તાનાશાહી ચાલશે નહીં
બિહાર વિધાનસ પરિષદમાં આજે પણ જબરજસ્ત હંગામો થયો હતો જેને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી કોંગ્રેસના એમએલસી પ્રેમચંદ મિશ્રે મુખ્યમંત્રી નીતીશકુમારથી રાજીનામુ આપવાની માંગ કરી હતી વિરોધ પક્ષના સભ્યો બગડીઓ લહેરાવી સરકાર શરમ કરે તેવા સુત્રોચ્ચાર કરી રહ્યાં હતંાં જદયુે મહેશ્વરી હજારીને વિધાનસભાના ઉપાધ્યક્ષ ચુંટયા હતાં આ પ્રસંગ પર મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે મહેશ્વરી હજારી જનતાની સેવા કરતા રહે છે
અનેકવાર મંત્રી પદની જવાબદારી પણ સંભાળી છે. એ આશ્ચર્યનો વિષય છે કે જયારે વિરોધ પક્ષે ભુદેવ ચૌધરીનું ઉમેદવારી કરી તો તેમણે હાજર રહેવું જાેઇતુ હતું તેમને ખબર હતી કે ગૃહમાં તેમને બહુમત નથી ગૃહમાં બહુમતિની આધાર પર વાત થાય છે ગઇકાલે જે ઘટના થઇ તે અશોભનીય હતી બાદમાં વિપક્ષની ગેરહાજરીમાં મહેશ્વરી હજારી વિધાનસભા ઉપાધ્યક્ષ બન્યા હજારીને ૧૨૪ મત મળ્યા વિપક્ષને જીરો મત મળ્યા સંસદીય કાર્ય મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે વિપક્ષના ન હોવાનો અર્થ એ નથી કે ઉપાધ્યક્ષ લઘુમતિથી ચુંટાયા છે જીત માટે વિધાનસભામાં ૧૨૨ મત જાેઇતા હતાં પરંતુ મળ્યા ૧૨૪ મત. જાે કે આજ સવારથી જ બિહાર વિધાનમંડળ પરિસર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું