મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા બજેટમાં ૧૪૩૨ કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી. કોરોનાની આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું છે, જેના પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નું ડ્રાફ્ટ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદ મા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા ૧૪૩૨ કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે.ચાલુ વર્ષે એએમસી દ્વારા ૭૪૭૫ કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં અમદાવાદની જનતા માટે મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. આ બજેટ ના મુખ્ય હાઇલાઇટની વાત કરવામાં આવે તો, અમદાવાદીઓ પર કોઈ પણ પ્રકારનો કરવેરો ઝીકવામાં આવ્યો નથી અને નવા પ્રોજેક્ટો જાહેર કરવામાં આવ્યા નથી. આ સાથે મનપાએ પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટો ને પૂર્ણ કરવામાં ભાર આપ્યો છે.
બજેટમાં કરાયેલા વાયદાઓને જાેઈએ તો ૨૦૨૧-૨૨ વિકાસના કામો માટે ૩૫૬૨.૫૦ કરોડની જાેગવાઈ, વિકાસના કામો માટે ટ્રાન્સફર કરાયેલા ૧૪૨૫ કરોડ કરવામાં આવ્યા,૧૦ કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે, હાઉસીંગ ફોર ઓલ માટે ૨૦૪૮૯ આવાસો બનાવવાનો પ્રોજેકટ,રેવન્યુ ખર્ચ ૩૯૧૨.૫૦ કરોડનો અંદાજ જે ગત વર્ષ કરતા ૫.૬૩ ટકા ઘટ્યો,બોપલ ઘુમા ચિલોડા કઠવાડા ના વિકાસ માટે ૧૧૦ કરોડની જાેગવાઈ,૧૨૦ કરોડના ખર્ચે વીએસ ૯૫ કરોડ માટે શારદાબેન અને ૧૧૫ કરોડ એલ જે હોસ્પિટલ માટેની જાેગવાઈ,
૧૧ નવા અર્બન હેલ્થ સેન્ટર માટે ૧૫ કરોડની જાેગવાઈ,૩૧૦ કરોડ ના ખર્ચે નવા ૪ ફ્લાય ઓવર બ્રિજ,ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ,પલ્લવ પ્રગતિનગર જંકશન ફ્લાય ઓવર બ્રીજ,સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ,નરોડા પાટિયા ફ્લાય ઓવર બ્રિજ, અર્બન ટ્રાન્સપોર્ટ માટે એએમટીએસની ૭૦૦ બસો સહિત કુલ નવી ૧૫૦ મીની બસો, બી આર ટી એસ માટે ૧૫૦ મીની ઇલેક્ટ્રોનિક બસો ખરીદાશે, કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ માટે ૩૦ કરોડની જાેગવાઈ, પશ્ચિમ ઝોન ચાંદખેડામાં કોમ્યુનિટી હોલ, ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા ચંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ,સાઈઝૂલેલલ ઓડિટોરિયમ કમ બેંકવેટ હોલ,ફાયર કવાર્ટર અને સ્ટેશન માટે રૂ.૧૬.૫૦ કરોડ, ગોતામા નવું ફાયર સ્ટેશન બનશે,શહેરમા નવા ૮ ટેનિસ કોર્ટ બનવવાવામાં આવશે,કોર્પોરેશનના સરકારી પ્લોટ વેચીને ૧૦૦૦ કરોડના ભંડોળનો લક્ષ્યાંક,આગામી વર્ષે ૧૯ જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનવામાં આવશે