અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ મળતાં ચિંતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona1-1.jpg)
Files photo
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા કેસોના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.દેશમાં રોજ ૪૦૦૦૦ જેટલા નવા કેસ રેકોર્ડ થઈ રહ્યા છે અને બીજી તરફ અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટ મળી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
આ બધાની વચ્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને લોકોની બજારોમાં ભીડ ભેગી થવાનો ખતરો પણ છે.હવે રાજ્ય સરકારો પણ આકરી ગાઈડલાઈનનો અમલ કરવા માટેના ર્નિણયો લે તેવી શક્યતા છે.
ભારત સરકારનુ કહેવુ છે કે, ૭૧૧ એવા એક મળ્યા છે જેમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ જાેવા મળ્યા છે.આ પૈકીના ૭૩૬ કેસ યુકેના કોરોના વેરિએન્ટ, ૩૪ કેસ સાઉથ આફ્રિકા વેરિએન્ટ, એક કેસ બ્રાઝિલિયન વેરિએન્ટનો જાેવા મળ્યો છે.આ સિવાય મહારાષ્ટ્ર, કેરાલા, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ નવા વેરિએન્ટ જાેવા મળ્યા છે.કેન્દ્ર સરકારે આ રાજ્યોને કડકાઈ વધારવા માટે કહ્યુ છે.
ઉત્તરાખંડમાં પણ કુંભ મેળો ચાલી રહ્યો છે.હવે તેમાં ભાગ લેવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે.મહારાષ્ટ્રના બીજ જિલ્લામાં ૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયુ છે.કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યુ છે કે, રાજ્યો પોતાની રીતે આકરી ગાઈડલાઈન લાગુ પાડવા માંગે તો તેના પર વિચાર થઈ શકે છે.