સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવામાં આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Security-fee.jpg)
Files Photo
નવી દિલ્હી: વૈશ્વિક કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત એવિએશન સેક્ટરએ છૈકિટ્ઠિીમાં વધારો કર્યા પછી હવે એવિએશન સિક્યોરિટી ફીમાં પણ વધારો કર્યો છે. વિમાન સંચાલન સુરક્ષા ફીની ચૂકવણી યાત્રીઓ દ્વારા કરવામાં આવે છે. જે પહેલી એપ્રિલથી ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે વધીને ૨૦૦ રુપિયા થઇ જશે, વર્તમાન સમયમાં ડોમેસ્ટિક લેવલ પર એવિએશન સિકયોરિટી ફી ૧૬૦ રુપિયા છે, જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે આ ફી ૧૨ ડોલર થઇ જશે, જે હાલમાં ૫.૨ ડોલર છે.
એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો પહેલી એપ્રિલ ૨૦૨૧થી ઇશ્યુ થતી ટિકિટો પર લાગુ થશે. હાલમાં સરકારે ડોમેસ્ટિક હવાઇ ભાડાની લોઅર લિમિટ ૫ ટકા વધારવાનો ર્નિણય લીધો હતો. જેની પાછળનું કારણ એવિએશન ટર્બાઇન ફ્યૂલ એટલે કે એટીફની વધતી કિંમત છે. હવાઇ ભાડાની અપર લિમિટ હાલમાં જે છે એજ રહેશે.
આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે હવાઇ ભાડાના પ્રાઇસ બેન્ડને વધારવાનો ર્નિણય કર્યો હતો. એ સમયે ઓછામાં ઓછા ભાડામાં ૧૦ ટકા અને વધુમાં વધુ ભાડામાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે એએસએફમાં વધારાથી વિમાનમાં મુસાફરી વધારે મોંઘી થશે. જાે કે આ ફી બે વર્ષથી ઓછી ઉંમરના બાળક, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારક, ઓન ડ્યૂટી એરલાઇન ક્રૂ અને એક જ ટિકિટ દ્વારા પહેલી ફ્લાઇટના ૨૪ના કલાકમાં બીજી કનેક્ટિવિટી ફ્લાઇટ લેનારા પેસેન્જર્સને ચૂકવવાની રહેશે નહીં.
આ પહેલા સરકારે સપ્ટેમ્બર ૨૦૨૦માં ડોમેસ્ટિ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના પેસેન્જર્સ માટે એએસએફમાં વધારો કરીને ૧૬૦ રુપિયા કર્યો હતો જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે ૪.૮૫ ડોલરને વધારીને ૫.૨ ડોલર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિમાન કંપનીઓ ટિકિટની બુકિંગ કરતી વેળાએ એએસએફ વસૂલ કરીને સરકારમાં જમા કરાવે છે.
જેનો ઉપયોગ સમગ્ર દેશમાં સ્થિત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ખર્ચ કરવામાં આવે છે. સરકારે દ્વારા હવાઇ ભાડા માટે નક્કી કરવામાં આવેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગુ રહેશે. સરકારે મે ૨૦૨૦માં ડોમેસ્ટિક ફ્લાઇટ્સના અંતર પર લાગતા સમયના આધારે નક્કી કરી હતી,
જેમાં પહેલી કેટેગરી ૪૦ મિનિટથી ઓછા ડ્યુરેશનની વિમાન મુસાફરી, બીજી કેટેગરી ૪૦થી ૬૦ મિનિટની, ત્રીજી કેટેગરીમાં ૬૦-૯૦ મિનિટનો સફર, ચોથીમાં ૯૦-૧૨૦ મિનિટનો સફર, પાંચમી કેટેગરીમાં ૧૨૦-૧૫૦ મિનિટનો સફર, છઠ્ઠી કેટેગરીમાં ૧૫૦-૧૮૦ મિનિટનો સફર અને સાતમી કેટેગરીમાં ૧૮૦-૨૧૦ મિનિટનો સફર નક્કી કરવામાં આવ્યો હતો.