કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ

સંસારમાં સુખ અલ્પ છે અને ભગવાનમાં સુખ અત્યંત વધારે છે માટે સંસારમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં પ્રીતિ કરવામાં આવે
તારીખ ૨૪ માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સત્સંગ સભા યોજવામાં આવી હતી જેની અંદર જીવનપ્રાણ સ્વામીબાપાની વાતોની પારાયણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, જેટલોઆપણને ભગવાનનો મહિમા સમજાય છે તેટલું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સાચી શાંતિ ભગવાનની માળા ફેરવવામાં ધ્યાન કરવામાં ભગવાનની કથાવાર્તા કરવામાં મળે છે. અંતમાં કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સંસારમાં સુખ અલ્પ છે અને ભગવાનમાં સુખ અત્યંત વધારે છે માટે સંસારમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં પ્રીતિ કરવામાં આવે તો શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ