એપ્રેન્ટિસની ભરતીમાં વધારો થવા અંગે અમદાવાદ ટોચના નોન-મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યુ
ગત અર્ધવાર્ષિકગાળા (જુલાઇ-ડિસેમ્બર 2020)ની તુલનામાં એપ્રેન્ટિસની ભરતીની ઇચ્છામાં 12 ટકાનો વધારો ~ 68 ટકાથી વધુ કંપનીઓ તેમના એપ્રેન્ટિસના સમૂહમાં વધારો કરવા ઇચ્છુક ~
અમદાવાદ, ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના ભારતના સૌથી મોટા ડિગ્રી એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ NETPA (નેશનલ એમ્પલોયેબિલિટી થ્રૂ એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ)એ તાજેતરમાં કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (જાન્યુઆરીથી જૂન 2021) માટે એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટની લેટેસ્ટ એડિશન પ્રસ્તુત કરી છે.
આ રિપોર્ટમાં આવરી લેવાયેલા 14 શહેરોના તારણો મૂજબ અમદાવાદ એપ્રેન્ટિસની ભરતી કરવામાં રસ ધરાવતા નોન-મેટ્રો શહેરોમાં અમદાવાદ અગ્રેસર બન્યું છે. શહેર માટે નેટ એપ્રેન્ટિસશીપ આઉટલૂક (એનએઓ) હાલમાં 54 ટકા છે, જે ગત અર્ધવાર્ષિકગાળા (જુલાઇ-ડિસેમ્બર, 2020)ની તુલનામાં 12 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
હકીકતમાં એકંદર ભરતી ઉપરાંત આ અર્ધવાર્ષિકગાળામાં શહેરનીકંપનીઓમાં એપ્રેન્ટિસશીપના સમૂહમાં વધારો કરવાના ઉદ્દેશ્યમાં પણ 12 ટકાનો વધારો થયો છે. લગભગ 68 ટકા કંપનીઓએ આ અર્ધવાર્ષિકગાળામાં તેમના એપ્રેન્ટિસમાં વધારો કરવાની તૈયારી દાખવી છે.
શહેરમાં એપ્રેન્ટિસશીપની માગમાં વધારા અંગે પ્રતિક્રિયા આપતાં ટીમ લીઝ સ્કિલ યુનિવર્સિટીના NETPAના વાઇસ પ્રેસિડેન્ટ સુમિત કુમારે કહ્યું હતું કે, માત્ર ટિયર 1 શહેરોમાં નહીં, પરંતુ નોન-મેટ્રોમાં પણ માનવ મૂડીની રચના કરવાના સંભિવત ઉકેલ તરીકે એપ્રેન્ટિસશીપ અપનાવવાની સ્થિતિમાં સુધારો થતાં જોવું પ્રોત્સાહક બાબત છે.
અમારા અભ્યાસમાં આ સારી રીતે પ્રતિબિંબિત થાય છે, જેમાં અમદાવાદ એપ્રેન્ટિસ માટે બેસ્ટ નોન-મેટ્રો શહેર છે અને ત્યારબાદ નાગપુર છે. અમદાવાદે નેટ એપ્રેન્ટિસશીપ આઉટલૂક વિ. ગત વર્ષના બીજા અર્ધવાર્ષિકગાળામાં નોંધપાત્ર વધારો જોયો છે તેમજ મેન્યુફેક્ચરિંગ એન્ડ એન્જિનિયરીંગ તથા હેલ્થ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ જેવાં ક્ષેત્રોની માગ સારી રહી છે.
અહીં મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ સાથે ઉદ્યોગિક બેલ્ટ વૃદ્ધિ સાધી રહ્યો છે અને કંપનીઓએ એપ્રેન્ટિસ/સ્થાનિક પ્રતિભાઓની યોગ્યતાની અનુભૂતિ કરી છે ત્યારે અમને આશા છે કે આગામી મહિનાઓમાં માગમાં હજી વધારો થશે, તેમ કુમારે ઉમેર્યું હતું.
લિંગ સમાનતાના દ્રષ્ટિકોણથી પ્રદેશમાં લગભગ 35 ટકા નોકરીદાતાઓ એપ્રેન્ટિસની ભરતી કરવામાં કોઇપણ પૂર્વગ્રહ ધરાવતા નથી. વધુમાં ઓટોમોટિવ, ફાર્માસ્યુટિકલ્સ, રિટેઇલ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા કેટલાંક ઉદ્યોગોમાં સમાનતામાં સુધારો થઇ રહ્યો છે. રિપોર્ટ મૂજબ લગભગ 15 ટકા કંપનીઓએ મહિલાઓની ભરતી કરવાને પ્રાથમિકતા આપી છે.
સમગ્ર ભારતના દ્રષ્ટિકોણમાં આશરે 41 ટકા કંપનીઓ એપ્રેન્ટિસશિપ્સ માટે ભરતી કરવા આતુર છે. હકીકતમાં ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એપ્રેન્ટિસની ભરતી કરવામાં રસ ધરાવતી કંપનીઓમાં 8 ટકાનો વધારો થયો છે, જેની સરખામણીમાં ગયા અર્ધાવર્ષિક ગાળામાં 33 ટકા કંપનીઓએ આવો રસ દાખવ્યો હતો.
રિપોર્ટ મુજબ, એપ્રેન્ટિસશિપની વિભાવનાએ વેગ પકડવાની સાથે કંપનીઓ પણ વધુને વધુ એપ્રેન્ટિસની ભરતી કરવા આતુર છે. અભ્યાસમાં સામેલ થયેલી 58 ટકાથી વધારે કંપનીઓએ તેમની એપ્રેન્ટિશિપ ભરતીમાં વધારો કરવા આતુરતા દાખવી હતી, જે એપ્રેન્ટિસશિપ ઇકોસિસ્ટમમાં સકારાત્મક વેગનો સંકેત છે.
એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ વિગતવાર સર્વે છે, જેમાં 14 શહેરો અને 18 અગ્રણી ક્ષેત્રોને આવરી લે છે. રિપોર્ટમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (જાન્યુઆરીથી જૂન), 2021ના ગાળા માટે 600 કંપનીઓને સર્વે કરવામાં આવ્યો છે અને હાયરિંગ સેન્ટિમેન્ટ વિશે જાણકારી મેળવવામાં આવી છે.