કયાંક ઠાકરે અને પવાર પણ ગૃહમંત્રી સાથે મળેલા નથીને : આર કે સિંહ
નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા આર કે સિંહે મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકા પર પ્રહાર કરતા કહ્યું કે જે રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર ગૃહમંત્રીનો બચાવ કરી રહ્યાં છે કયાંક એવું તો નથીને કે તે પણ તેમાં મળેલા હોય.મને પુરો વિશ્વાસ છે કે પૂર્વ પોલીસ કમિશ્નરની વાત (૧૦૦ કરોડ રૂપિયાની વસુલી) યોગ્ય છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મોટા મોટા પોલીસ અધિકારીઓના નામ આવ્યા છે લોકો પરેશાન છે કે એક શહેરમાં ૧૦૦ કરોડની વસુલીનું ટારગેટ આપવામાં આવ્યું સમગ્ર પ્રદેશમાં પુરી સરકાર કેટલી વસુલી કરતી હશે તેનો અંદાજ લગાવી શકાય છે તેના પર સ્થિતિ સ્પષ્ટ કરવાની જગ્યાએ આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઉદ્વવ એક પખવાડીયા પહેલા એપીઆઇ સચિન વાજેનો બચાવ કરી ચુકયા છે શરદ પવાર પોતાના મંત્રીને બચાવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે એક તરફ એનસીપી વડા શરદ પવાર કોઇ પણ રીતે દેશમુખને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યાં ખુદ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પૂર્વમાં કલંકિત પોલીસ ઇસપેકટરનો બચાવ કરી ચુકયા છે સમગ્ર પ્રદેશમાં વસુલીનો ખેલ ચાલી રહ્યાં છે અને ટ્રાંસફર પોસ્ટિંગનું રેકેટ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું પવારને અપીલ કરી કે તે પોતાની રાનીતિક હેસિયત અને વિશ્વસનીયતાની પરવાહ કરે અને તાકિદે પોતાના મંત્રી દેશમુખને પદેથી હટાવે તેમણે કહ્યું કે ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી છે શું તેમને ખબર નથી કે શું થઇ રહ્યું છે નિર્ણય કોણ કરશે મહારાષ્ટ્રની જનતા ખુબ અસમંજસમાં છે સરકાર તરફ જાેઇ રહી છે અને એ સમજી રહી છે કે અઘાડી સરકારે મહારાષ્ટ્રને ખોટી દિશામાં ધકેલી દીધુ છે.