૨૭ માર્ચથી ૪ એપ્રિલની વચ્ચે ફકત બે દિવસ બેંકો ચાલુ રહેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/DCB_Bank-1024x683.jpg)
નવીદિલ્હી: તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રીની બેંકોના ગ્રાહકોને આગામી દિવસોમાં મુશ્કેલી પડી શકે છે કારણ કે આ અઠવાડીયે શનિવારથી ૪ એપ્રિલ સુધી બેકીંગ સેવાઓ ફકત બે દિવસ માટે ઉપલબ્ધ રહેશે. ૨૭ માર્ચથી ૪ એપ્રિલની વચ્ચે ફકત બે કાર્ય દિવસ છે. આખી જાે કોઇ બેંકનું કામ હોય તો તેને આ અઠવાડીયે જ પુરૂ કરી લો નહીંતર તમારે ૩ એપ્રિલ સુઘી રાહ જાેવી પડશે સમગ્ર દેશમાં ૨૭-૨૮ માર્ચથી સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે આ દરમિયાન ફકત બે દિવસ ૩૦ માર્ચ અને ૩ એપ્રિલે બેંકીંગ સેવાઓ મળી શકશે ૩૧ માર્ચે બેંકીગ સેવાઓ મળી શકશે નહીં કારણ કે આ નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ છે.
બેંકોમાં ૨૭ માર્ચથી લઇ ૪ એપ્રિલનુ ંકામકાજ અને રજા જાેઇએ તો ૨૭ માર્ચ અંતિમ શનિવાર,૨૮ માર્ચ રવિવાર અને ૨૯ માર્ચે હોળી હોવાથી બેંકો બંધ રહેશે. ૩૦ માર્ચે પટણા શાખામાં રજા રહેશે બાકીની તમામ જગ્યાએ કામકાજ ચાલુ રહેશે ૩૧ માર્ચ વર્ષનો અંતિમ દિવસ હોવાથી રજા રહેશે ૧ એપ્રિલે કલોજિંગ એકાઉન્ટ જયારે ૨ એપ્રિલે ગુડ ફ્રાઇડ છે ૩ એપ્રિલ શનિવારે કાર્ય દિવસ રહેશે અને ૪ એપ્રિલે રવિવાર હોવાથી રજા રહેશે
બેંકોની રજા કેટલાક રાજયોમાં અલગ અલગ હોઇ શકે છે આરબીઆઇના કેલેન્ડર અનુસાર ચાર રવિવાર અને બે શનિવાર ઉપરાંત દેશભરમાં રાજપત્રિત છુટ્ટીઓ પર બેંક રહેશે એ યાદ રહે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૧માં જાહેર બે વધુ સરકારી સ્વામિત્વવાળી બેંકોના ખાનગીકરણની વિરૂધ્ધ ૧૫-૧૬ માર્ચે બે દિવસીય બેંક હડતાળથી કામકાજ પ્રભાવિત રહેશે