રખિયાલમાંથી 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/PHOTO-2021-03-25-14-25-34-scaled.jpg)
અમદાવાદ: નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે બીજી તારફ નશીલા દ્રવ્યોનો વેપલો કરનાર અસામાજિક તત્વો બહારના રાજ્યોમાંથી સતત દારૂ ગાંજો અફીણ જેવા પદાર્થો ઘુસાડવા માટે સક્રિય રહે છે. આ સ્થિતિમાં શહેરના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે 6 કિલોથી વધુ રખિયાલ ખાતેથી ઝડપી લીધો છે અને હાલમાં તેની સઘન પૂછપરછ કરી રહ્યા છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે SOG ના પીઆઈ એડી પરમાર પોતાની ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા એ સમયે એક શખ્સ ગાંજાના મોટા જથ્થાની હેરફેર કરવાનો હોવાની માહિતી મળી હતી. જેને પગલે તેમને રખિયાલમાં બેનર ઇન્ડસ્ટ્રીઝની પાસે આવેલી સુપર ઓટો સેન્ટ ખાતે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી આસિફ હારુન કુરેશીને ઝડપી લીધો હતો.
તેની તપાસ કરતા થેલામાંથી 64 હજારની કિંમતનો 6 કિલો 400 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આસિફ નૂરનગર નૂર હોટેલ સામે મચ્છી માર્કેટ રખિયાલ ની રહેવાસી હોવાનું ખુલ્યું છે. SOG એ તેની પાસેથી મોબાઈલ તથા અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે.અને હવે આ નશીલો પદાર્થ કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો એ દિશામાં તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આસિફનો મોટો ભાઈ આરીફ પણ એનડીપીએસ ના ગુનામાં સંડોવાયેલો હતો અને ક્રાઇમ બ્રાન્ચ ના હાથે ઝડપાયા બાદ હાલમાં ભુજ ખાતે જેલમાં છે.