સચિન વઝે અને મનસુખ ૧૭ ફેબ્રુઆરીએ સીએસટી સ્ટેશનની બહાર મળ્યા હતા
મુંબઇ: એન્ટલિયા કેસ અને મનસુખ હિરેનના મોતના મામલામાં કડી જાેડનાર એક ઝ્રઝ્ર્ફ ફુટેજ પ્રકાશમાં આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે કે ૧૭ ફેબ્રુઆરીએ સચિન વઝે અને મનસુખની મુલાકાત થઈ હતી. સીસીટીવી ફુટેજ સીએસટી રેલવે સ્ટેશનની બહારના છે. હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મુલાકાત દરમિયાન મનસુખે સ્કોર્પિયોની ચાવી વઝેને સોંપી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૭ ફેબ્રુઆરીના રોજ મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ તે જ સ્કોર્પિયો હતી, જેમાં વિસ્ફોટક ભરીને મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવી હ તી.હાલ જે સીસીટીવી ફુટેજ પ્રકાશમાં આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કાર સીએસટી રેલવે સ્ટેશનની બહાર રોકાય છે. કારમાંથી મનસુખ હિરેન ઉતરે છે. બીજા ફુટેજમાં સચિન વઝેની ઓડી દેખાઈ રહી છે. જે ટ્રાફિક સિગ્નલ પર રોકાય છે. જેમાં મનસુખ હિરેન બેસી જાય છે.
એનઆઇએના જણાવ્યા મુજબ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મુકવાનું ષડયંત્ર વઝેએ રચ્યુ હોવાના પુરતા પુરાવા મળ્યા છે. આ જ કાર ૨૫ ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. તેમાંથી જિલેટીનના ૨૦ રોડ મળ્યા હતા. આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર સીસીટીવીમાં દેખાઈ રહી હતી, તે ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન યુનિટની જ હતી અને તેને સીઆઇયુના પોલીસ કર્મચારીઓ જ ચલાવી રહ્યાં હતા. એનઆઇએની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને તેને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા.
સચિન વઝેએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે તેમને ફસાવવા માટે એફઆઇઆર નોંધવામાં આવી. મનસુખ હિરેન જ્યારે ગુમ થયા અને તેમની કથિત રીતે હત્યા કરવામાં આવી, તે સમયે વઝે દક્ષિણ મુંબઈમાં ડોંગરીમાં હતા. સચિન વઝેએ ધરપકડના એક દિવસ પહેલા એટલે કે ૧૨ માર્ચે થાણે સેશન કોર્ટમાં ઈન્ટરીમ જામીન અરજી કરી હતી. તેમાં વઝેએ કહ્યું કે મહારાષ્ટ્ર છ્જી દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર આધારહીન અને ઉદેશ્યહીન છે. હ્લૈંઇમાં કોઈ વ્યક્તિનું નામ નથી. જાેકે ત્યારે કોર્ટે તેમની અરજી પર ચુકાદ સંભળાવ્યો ન હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર વઝેએ રચ્યુ હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ મામલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી તો વઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી અને ૪ માર્ચની રાતે ૮.૩૦ વાગ્યે સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવ્યો.