Western Times News

Gujarati News

હજી એક અઠવાડિયું ગુજરાતમાં કેસ વધશે પછી ડાઉનબ્રેક આવશે : મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાત સહિત દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના ૫૩ હજાર ૪૭૬ કેસ અને ૨૫૧ લોકોના મોત થતાં ચિંતા વધી છે. ૨૪ કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ ૧૭૯૦ કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે મુખ્યમંત્રીએ કોરોના અપડેટ આપતા કહ્યું કે, કોરોના સંક્રમણ દેશભરમાં વધી રહી છે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સંક્રમણ વધુ છે, પરંતું મૃત્યુઆંક કંટ્રોલમાં છે. ગઈકાલે ૭૦ હજાર ટેસ્ટ કર્યા છે. સરકાર ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ આધારે કામ કરે છે. હજુ અઠવાડિયુ કેસ વધશે. ચાર મનપામા કેસ વધારે છે તેના ફોકસ કરીને આગળ વધીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ ર્નિણય કરીએ છીએ. રોજના ત્રણ લાખ વેક્સીનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ ૪ મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.

હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગૃહમાં અનેક ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે શું સત્ર ટૂંકાવાશે તે વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, સત્ર પૂરું થશે, અને સમયસર પૂરું થશે. તેથી સત્ર ટુંકાવાની કોઈ વાત નથી. માત્ર ચાર દિવસ જ બાકી છે. ૮ બિલ પાસ કરવાના બાકી છે. તે પાસ થશે. વચ્ચે ત્રણ દિવસ રજા છે. ૩૧ માર્ચ અને ૧ એપ્રિલે સમયસર સત્ર પૂરુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.