દેશમાં લોકડાઉનની આશંકા નથીઃ RBI ગવર્નર
નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રના બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ અને પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે આરબીઆઇ કીમત અને નાણાંકીય સ્થિરતા બનાવી રાખતા અર્થવ્યવસ્થામાં પુનરૂધ્ધાર માટે પોતાના તમામ નીતિગત ઉપાયોના ઉપયોગને લઇ પ્રતિબધ્ધ છે.
દાસે એક અખબારના ઇકોનોમિક કોનકલવેમાં કહ્યું કે અમે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે ચર્ચા કરી રહ્યાં છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયાને આગળ વધારવામાં આવે તેમણે કહ્યું કે આ સમયે કોઇને પણ ગત વર્ષ જેવું લોકડાઉનની આશંકા નથી.