Corona: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક રિસર્ચ ટીમનો ચોંકાવનારો રિપોર્ટ
એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના પીક પર હશે-બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે ચિંતાનું કારણ બની રહ્યા છે આવામાં કોરોનાના કેસને ડામવા માટેના પ્રયાસો શરુ થઈ ગયા છે જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં પણ કોરોનાના કેસને વકરતા અટકાવવા માટે પગલા ભરવાનું શરુ કરી દીધું છે. આમ છતાં જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે.
જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે તેવી સંભાવના એક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બીજી લહેર લાંબી ચાલશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક રિસર્ચ ટીમના રિપોર્ટમાં બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી રહેવાની સંભાવના કરવામાં આવી છે. જેમાં ૧૫ ફેબ્રુઆરીથી બીજી લહેરની ગણતરી કરવામાં આવે તો તેની અસર મે સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જાે ૨૩ માર્ચના રોજ ભારતમાં નોંધાયેલા કોરોના કેસને અનુલક્ષીને વાત કરીએ તો બીજી લહેર દરમિયાન ૨૫ લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
SBI દ્વારા ૨૮ પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે સ્થાનિક સ્તર પર લગાવવામાં આવેલા ‘લોકડાઉન કે નિયંત્રણો’થી કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ છે પરંતુ મોટા પ્રમાણમાં લોકો સુધી રસી પહોંચાડવામાં આવે તે એકમાત્ર ‘ઉપાય’ છે કે જેનાથી કોરોના મહામારી સામે લડી શકાશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જાેતા એપ્રિલના બીજા પખવાડિયામાં બીજી લહેર તેના પીક પર પહોંચી શકે છે.
આ સાથે રાજ્યોમાં કોરોના કેસને કાબૂમાં લેવા માટે લગાવવામાં આવેલા નિયંત્રણો કે લોકડાઉનના યોગ્ય પરિણામ આગામી મહિનાથી જાેવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં બુધવારે નોંધાયેલા નવા કેસના આંકડાએ ૫ મહિના જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુધવારે દેશમાં ૫૩,૩૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા દેશમાં ૨૩ ઓક્ટોબરના રોજ ૫૪,૩૫૦ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા.