AMCને એન્ટીજન ટેસ્ટિંગના ડોમની સંખ્યા વધારવી પડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/amc-testing-scaled.jpg)
प्रतिकात्मक
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧૨ ફેબ્રુઆરીથી શહેરમાંથી એન્ટીજન રેપિડ ટેસ્ટના તમામ ડોમને હટાવી લેવાયા હતા. તંત્રે એમ માની લીધું હતું કે જાણે કે કોરોના વિદાય થયો છે, જાેકે તે દિવસે પણ કોરોનાના નવા ૫૯ કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત તો થયું જ હતું.
એક સમયે સમગ્ર અમદાવાદમાં ૧૩૦થી વધુ ડોમ ઊભા કરાયા હતા અને આ ડોમ ખાતે હજારો અમદાવાદીઓએ એન્ટીજન રેપિડ ટેસ્ટ અવિશ્વસનીય હોવા છતાં પણ કોરોનાના કરાવ્યા હતા તેમજ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ મેળવીને હૈયામાં હાશકારો અનુભવ્યો હતો. હવે જ્યારે શહેરમાં કોરોનાના સંક્રમણની થર્ડ વેવ ઝડપભેર ફેસાઇ લહી છે તેવા સમયે છેવટે સત્તાધીશોને એન્ટીજન ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારવાની ફરજ પડી છે.
આમ તો શહેર પર કોરોનાનો ખતરો હંમેશાં તોળાયેલા જ રહ્યો છે. ક્યારેય અમદાવાદમાંથી કોરોનાએ વિદાય લીધી નથી તેમ છતાં સમરસ હોસ્ટેલ બંધ કરવી, માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાને પૂર્ણપણે નાબૂદ કરી શહેરને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાને પૂર્ણપણે નાબૂદ કરી શહેરને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા ફ્રી જાહેર કરવું.
હોમ ક્વોરન્ટાઇન દર્દીની સાર-સંભાળ લેતી સંજીવની વાનના સ્ટાફને નવરો કરીને વેક્સિનેશનની કામગીરી સોંપવી, ધન્વંતરિ વાનની સંખ્યા પણ ઘટાડી દેવી, વડીલ સુખાકારી વાન, કોરોનાના દર્દી માટેની ૧૦૮ વાનની સંખ્યા પણ માટેની ૧૦૮ વાનની સંખ્યા પણ નહીંવત કરી દઇને તે સમયે તંત્ર લોકોના મનમાં એવી છાપ ઊભી કરવાના પ્રયાસમાં હતું કે મ્યુનિ. ચૂંટણીમાં લોકો કોરોનાની બીક રાખ્યા વગર મતદાન કરી શકે.
ચૂંટણીની રેલી કે સભામાં જાેડાઇ શકે, પરંતુ આ બધું બૂમરેંગ થતાં હવે શહેરમાં કોરોનાની થર્ડ વેવે ભારે હાહાકાર મચાવવા લીધો હોઇ સત્તાવાળાઓએ સમજદારી દાખવીને ૫૦થી વધુ ડોમ ઊભા કર્યા છે, જ્યાં જાગૃત નાગરિકોની કોરોનાના ટેસ્ટ કરાવવા માટે સવારથી લાંબી લાઇન લાગી રહી છે.
હાલ તો કોરોનાના મોટા ભાગન દર્દી લક્ષણ વિનાના અથવા તો હળવા લક્ષણ ધરાવતા નોંધાઇ રહ્યાં છે, પરંતુ જાે કોરોના કાબૂમાં ન આવ્યો તો ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓથી અમદાવાદમાં સ્થિતિ ભયાનક બની શકે છે. બીજા અર્થમાં શહેરીજનો પર દિવસે ને દિવસે કોરોનાનો ખતરો ભયજનક બની શકે છે. બીજા અર્થમાં શહેરીજનો પર દિવસે ને દિવસે કોરોનાનો ખતરો ભયજનક બની રહ્યો છે.
બીજી તરફ હાટકેશ્વરના કાર્તિક સ્વામીની કાવડ યાત્રા કોરોનાના કારણે આ વર્ષે મોકૂફ રખાઇ છે. છેલ્લા ૫૫ વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આવતી કાવડીઓની યાત્રા સાથે શ્રી કાર્તિ સ્વામી, શ્રી ગણેશજીના રથ સાથેની શોભાયાત્રા નહીં યોજવાનો ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્ય છે. મંદિરમાં પૂજારી પંરપરાગત રીતે શ્રી કાર્તિક સ્વામી, શ્રી. ગણેશજી, શ્રી નીલકંઠ મહાદેવના પૂજા-અભિષેક કરશે, પરંતુ શ્રદ્ધાળુઓને મંદિર સંકુલમાં પૂનમ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.