પિતાના જન્મદિવસ પર અનુષ્કા શર્માએ ખાસ તસવીરો શેર કરી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના પિતાની ખૂબ નજીક છે. પિતાના ૬૦મા બર્થ ડે પર અનુષ્કાએ ખાસ તસવીરો શેર કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પિતાએ માટે ખાસ પોસ્ટ મૂકી છે સાથે જ દીકરી વામિકાની પણ તસવીર શેર કરી છે. અનુષ્કા શર્માએ પિતા નિવૃત્ત કર્નલ અજય કુમાર શર્માની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અનુષ્કાના પિતાના યુવાનીના દિવસો, એક્ટ્રેસનું બાળપણ, તેના લગ્નની તસવીર તેમજ દીકરી વામિકાની નાના સાથેની ખાસ તસવીર શેર કરી છે.
અનુષ્કાએ ૧૦ તસવીરો શેર કરી છે જેમાંથી સૌથી છેલ્લી તસવીર વામિકા અને નાના અજય શર્માની છે. સિલુએટ તસવીર હોવાથી વામિકાનો ચહેરો દેખાતો નથી. એક તસવીરમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, એક્ટ્રેસના પેરેન્ટ્સ અને ભાઈ જાેવા મળી રહ્યા છે. અનુષ્કાએ પરિવારની આ તસવીરો શેર કરતાં લખ્યું, ૧૯૬૧ના સ્પેશિયલ એડિશન- મારા પપ્પાના ૬૦ ભવ્ય વર્ષોને સેલિબ્રેટ કરી રહ્યા છીએ.
અમે મોટા થતાં હતા ત્યારે અમને પ્રામાણિકતા, દયા, સ્વીકૃતી અને ઈમાનદારી શીખવી છે. હંમેશા તેમણે માનસિક શાંતિ પર ભાર આપ્યો છે. તેમને પણ નથી ખબર એટલી બાબતોમાં તેમણે મને પ્રેરણા આપી છે. મને એટલો સહકાર આપ્યો છે કે તેનું બદલો હું ક્યારેય નહીં વાળી શકું.
એટલો પ્રેમ કર્યો છે એવો તે જ કરી શકે. લવ યુ પપ્પા. તમને ૬૦મા જન્મદિવસની શુભકામના. ગત વર્ષે ફાધર્સ ડે પર પણ અનુષ્કા શર્માએ પિતા અજય શર્મા માટે સુંદર પોસ્ટ મૂકી હતી. અનુષ્કાએ જણાવ્યું હતું કે, તેના પિતા હંમેશા જીવનમાં સાચું કરવાનું શીખવ્યું છે પછી તે મુશ્કેલ જ કેમ ના હોય.
પોસ્ટમાં અનુષ્કાએ લખ્યું હતું કે, તે પ્રાર્થના કરશે કે દરેક છોકરીને તેના પિતા જેવા જ પિતા મળે. જણાવી દઈએ કે, હાલ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પૂણેમાં છે. વિરાટ અને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની વન ડે સીરીઝ માટે પૂણેમાં છે. અનુષ્કા અને વિરાટ સાથે તેમની અઢી મહિનાની દીકરી વામિકા પણ છે. થોડા દિવસ પહેલા જ કપલ તેમની દીકરી સાથે એરપોર્ટ પર જાેવા મળ્યું હતું અને તેના ઘણાં વિડીયો વાયરલ થયા હતા.