Western Times News

Gujarati News

રાકેશ રોશન પત્ની-દીકરી સાથે લોનાવાલામાં શિફ્ટ થયા

મુંબઈ: જૂહુ વિસ્તારમાં આવેલી પલાઝો બિલ્ડિંગનો આઠમો, નવમો અને દસમો માળ હવે સુનો સુનો ભાસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંથી પસાર થતાં લોકોને ભાગ્યે જ આ ત્રણ માળમાં લાઈટિંગ અથવા વ્યક્તિ જાેવા મળે છે. વાત એમ છે કે, આ ત્રણ માળ રાકેશ રોશનના છે જેઓ હવે મુંબઈથી લોનાવાલા સામાન સાથે શિફ્ટ થઈ ગયા છે. સીનિયર એક્ટર અને ફિલ્મમેકરના પત્ની પિંકી અને દીકરી સુનૈના પણ તેમની સાથે ગયા છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, રોશન સાહેબ માત્ર મીટિંગ માટે જ મુંબઈ આવે છે. તેઓ લોનાવાલામાં રહે છે અને દર અઠવાડિયે માત્ર ત્રણ દિવસ અને ક્યારેક બે દિવસ જ તેઓ તમને મુંબઈમાં જાેવા મળશે. આ પાછળના કારણનો ખુલાસો કરતાં સૂત્રોએ કહ્યું કે, ‘આ બધું કોરોનાના કારણે છે. ભાગ્યે જ શૂટિંગ થઈ રહ્યું છે. મીટિંગ પણ ઓછી થઈ રહી છે. બોલિવુડ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની આશા વચ્ચે, કોરોનાની બીજી લહેર તેના પર પાણી ફેરવી શકે છે’. હજુ એક દિવસ પહેલા એક્સક્લુઝિવ  ન્યૂઝ આપ્યા હતા કે, ઈરોઝ ઈન્ટરનેશનલે નક્કી કર્યું છે કે, રાણા દગ્ગુબાતી, પલ્લવી જાેશી તેમજ શ્રેયા પિલગાંવકર સ્ટાટર હાથી મેરે સાથીનું હિંદી વર્ઝન રિલીઝ નહીં કરે.

રોશન સાહેબે ત્યાં એક ભવ્ય ઘર બનાવ્યું છે, જે હવેલી જેવું છે. તો પછી તેઓ મુંબઈમાં રહેવાનું જાેખમ કેમ લેશે જ્યાં નિયમિત તમે સીધા અથવા પરોક્ષ રીતે ઘણાના સંપર્કમાં આવી શકો છો. ઉપરાંત તેમણે એક વર્ષ પહેલા કેન્સરને હરાવ્યું છે અને તેથી તેઓ વધુમાં વધુ સાવચેતી રાખે તે જરૂરી છે. અને તે માત્ર ભીડથી દૂર રહીને જ રાખી શકાય છે. તેઓ અઠવાડિયામાં બે અથવા ત્રણ વખત મીટિંગ માટે મુંબઈ આવે છે અને જેવી મીટિંગ ખતમ થાય કે તરત જ પરત જતા રહે છે. આ રીતે તેમને રહેવાની મજા આવી રહી છે. આ ર્નિણય લેવા પાછળનો તેમનો બીજાે વિચાર તો એમનો શું હોય?, તેમ સૂત્રોએ ઉમેર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.