વીડા ક્લિનિકલ રિસર્ચે પ્રીક્લિનિકલ CRO બાયોનીડ્સમાં હિસ્સો ખરીદ્યો
અમદાવાદ, ભારતમાં અગ્રણી સ્વતંત્ર ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (સીઆરઓ) વીડા ક્લિનિકલ રિસર્ચે બેંગ્લોરમાં સ્થિત પ્રીક્લિનિકલ સીઆરઓ બાયોનીડ્સમાં નોંધપાત્ર માઇનોરિટી હિસ્સો ખરીદ્યો છે. વીડા નજીકના ભવિષ્યમાં બાયોનીડ્સમાં એનો હિસ્સો વધુ વધારશે.
બાયોનીડ્સે કેનેડાની અગ્રણી બાયોટેકનોલોજી કંપની સોમરુ બાયોસાયન્સ સાથે સંયુક્ત સાહસમાં બાયોસિમિલર્સ માટે ઇનોવેશન-કેન્દ્રિત બાયોએનાલીટિકલ પ્રયોગશાળા ઇન્જેન્યૂઇટી બાયોસાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ લોંચ કર્યા પછી ટૂંક સમયમાં વીડાએ રોકાણ કર્યું છે.
આ પ્રસંગે વીડાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અજય ટંડને કહ્યું હતું કે, “વીડાને દુનિયાભરમાં ઇનોવેટિવ (બાયો)ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે પસંદગીની રિસર્ચ પાર્ટનર બનવાની આકાંક્ષા છે, જે માટે પ્રી-ક્લિનિકલ, ક્લિનિકલ અને બાયો એનાલીટિકલ રિસર્ચ સેવાઓના બહોળા પોર્ટફોલિયો સાથે તેમની મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામને ટેકો આપશે.
અમને બાયોનીડ્સ સાથે જોડાણ કરવાની ખુશી છે તથા અમે અમારા આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સને સેવા આપવા ડો. વિનય બાબુ અને તેમની અતિ ગુણવત્તાયુક્ત વ્યાવસાયિકોની ટીમ સાથે જોડાણ કરવા આતુર છીએ. અમારું માનવું છે કે, સંયુક્ત પ્લેટફોર્મ અમારી ક્ષમતાઓના નોંધપાત્ર સમન્વયનો ઉપયોગ કરશે, જેથી એક સામાન્ય પ્લેટફોર્મ પર સંકલિત કાર્યક્રમો સરળતાપૂર્વક પ્રદાન કરીશું.”
બાયોનીડ્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. વિનય બાબુએ કહ્યું હતું કે, “વીડા સાથે જોડાણ સંશોધન અને નિયમનકારક ક્ષમતાનું તાર્કિક ભવિષ્યલક્ષી જોડાણ છે એટલે સંયુક્ત પ્લેટફોર્મ ફાર્મા, બાયોફાર્મા, મેડિકલ ડિવાઇઝ અને રાસાયણિક ઉદ્યોગોથી લઈને બજારો શોધવા માટે વન સ્ટોપ સોલ્યુશન બનશે.”