Western Times News

Gujarati News

મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગરમાંથી ૪૮ બિયર ટીન ઝડપ્યા

એલસીબી પોલીસે બ્રહ્મપુરીના લિસ્ટેડ બુટલેગરના ઘરેથી ૨૮ બોટલ દારૂ ઝડપ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત અરવલ્લી જીલ્લામાં શ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે જીલ્લા પોલીસવડા સંજય ખરાત દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરના ઘરે ત્રાટકી ૪૮ ટીન બિયર સાથે ઝડપી લીધો હતો તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બ્રહ્મપુરીના લીસ્ટેડ બુટલેગરના ઘરેથી ૨૮ બોટલ વિદેશી દારૂ-ક્વાંટરીયાનો જથ્થા સાથે દબોચી લીધો હતો નામચીન બુટલેગરનો સાથી ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા ટાઉન પીઆઈ એન.જી.ગોહિલએ ચાર્જ સંભાળતાની સાથે મોડાસા શહેરના દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ માટે જાણીતા સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સઘન પેટ્રોલીંગ હાથધરતા ડુંગરી વિસ્તારમાં જીતુ દિનેશ સલાટ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી બુટલેગર જીતુ સલાટના ઘરમાંથી કિંગફિશર બિયર ટીન-૪૮ કીં.રૂ.૭૨૦૦/ – નો જથ્થો જપ્ત કરી જીતુ સલાટને દબોચી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી વાઘેલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બ્રહ્મપુરી ગામના લિસ્ટેડ બુટલેગરના ઘરે ત્રાટકતા ઘરમાંથી વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-૨૮ કીં.રૂ.૬૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રકાશ સોમા ઉર્ફે સૂરમા ગામેતીને ઝડપી લીધો હતો એલસીબી પોલીસની ગંધ આવી જતા રાજસ્થાન તલૈયાનો બંસીલાલ નામનો બુટલેગર રફુચક્કર થઇ જતા એલસીબી પોલીસે પ્રકાશ નામના બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંસીલાલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.