બંગાળમાં તમામ પક્ષોએ યુવાન ઉમેદવારો પર દાવો ખેલ્યો

કોલકતા: પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીમાં લગભગ તમામ પક્ષોએ યુવા ઉમેદવારો પર દાવ ખેલ્યો છે. જયારે ૮૫ ટકાથી વધુ ઉમેદવારો ૬૦ વર્ષથી ઓછી વયના છે પહેલા તબક્કામાં પાંચ જીલ્લાના ૩૦ વિધાનસભા વિસ્તારોમાં ૧૯૧ ઉમેદવારો મેદાનમાં છે.આ તબક્કાનું મનતદાન સાત માર્ચે થશે
પ્રથમ તબક્કામાં ૨૫થી ૪૦ વર્ષના ઉમેદવારોની સંખ્યા ૫૩ છે અને આ કુલ ઉમેદવારોના ૨૯ ટકા છે.૪૧થી ૬૦ની વચ્ચે ૧૦૯ ઉમેદવાર છે જે ૫૭ ટકા છે જયારે ૬૦થી ૮૦ની ઉમરવાળા ૨૯ છે જે કુલ ઉમેદવારોની સંખ્યાના ૧૫ ટકા છે
તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તે ૮૦થી ઉપરની ઉમરના લોકોને પાર્ટીના ઉમેદવાર જાહેર કરશે નહીં જયારે સીપીએમના ઉમેદવારોમાં ૭૦ ટકાની ઉમર ૪૦થી ઓછી છે.
ચુંટણી અને ઉમેદવારોથી સંબંધિત આંકડા પર કામ કરનાર સંસ્થા ઇલેકશન વોચની ઉજ્જૈની હાલિમે કહ્યું કે તે ખુબ ઓછી ઉમરથી પોતાના પિતા વિપ્લવ હાલિમની સાથે રાજયમાં કામ કરી રહી છે પરંતુ તેમણે આવું પ્રથમ વાર જાેયું છે કે પાર્ટીએ યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.