લોકસભામાં ૧૧૪ ટકા અને રાજયસભામાં ૯૦ ટકા કામ થયું
નવીદિલ્હી: સંસદનું બજેટ સત્ર ગુરૂવારે નક્કી સમયથી લગભગ ૧૩ દિવસ પહેલા પુરૂ થયું છે આ સાથે જ બંન્ને ગૃહોની કાર્યવાહી અચોક્કસ મુદ્ત માટે સ્થગિત કરવામાં આવી છે.લગભગ બે મગીનાના લાંબા આ સત્રની શરૂઆત વિપક્ષના બહિષ્કારની સાથે થઇ ગતી અનેક દિવસ કામકાજ ઠપ્પ રહ્યું બાદમાં કામકાજમાં થોડી ભરપાઇ થઇ લોકસભામાં આ દરમિયાન ૧૧૪ ટકા અને રાજયસભામાં ૯૦ ટકા કામ થયું સામાન્ય બજેટ સહિત વીમા વિધેયક અને દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજય ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક જેવા અનેક મહત્વપૂર્ણ વિધેયક પસાર કરવામાં આવ્યા
બજેટ સત્રના સમાપન પ્રસંગ પર બંન્ને ગૃહોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં. જાે કે લોકસભામાં કોંગ્રેસે તેમની હાજરીનો મુદ્દો ઉઠાવતા સવાલ કર્યો કે શું વડાપ્રધાનને મળવા માટે બંગાળમાં જવું પડશે આવામાં આ રીતના આરોપ ઠીક નથી કોંગ્રેસ સાંસદ રવીનીત સિંહ જયારે આ આરોપ લગાવી રહ્યાં હતાં તેના થોડીવારમાં વડાપ્રધાન લોકસભા પહોંચ્યા હતાં સત્તા પક્ષના સભ્યોએ તેના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન સંસદની બેઠકોમાં સતત આવેતા રહે છે.
જયારે રાજયસભામાં સભાપતિએ બજેટ સત્રના સમાપન પ્રસંગ પર ગૃહમાં કામકાજને લઇ સભ્યોની પ્રશંસા કરી આ સાથે સંસદીય સમિતિની બેઠકોમાં સભ્યોની ગેરહાજરી પર ચિંતા વ્યકત કરી તેમણે રાજકીય પક્ષોને વિંતી કરી કે તે સંસદીય સમિતિની બેઠકોમાં પાર્ટીના સાંસદોની હાજરી સુનિશ્ચિત કરાવે
સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી આઠ એપ્રિલ સુધી પ્રસ્તાવિત હતું આ બે સત્રોમાં રાખવામાં આવ્યું હતું.પહેલુ સત્ર ૨૯ જાન્યુઆરી રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થઇ ૨૮ ફેબ્રુઆરી સુધી રહ્યું જયારે બીજુ સત્ર આઠ માર્ચથી આઠ માર્ચ સુધી રાખવામાં આવ્યું પરંતુ બંગાળ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીને જાેતા વિવિધ રાજકીય પાર્ટીઓના સભ્યોએ લોકસભા અધ્યક્ષથી સત્ર નક્કી સમય હેલા સમાપ્ત કરવાની વિનંતી કરી હતી
તાજેતરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના કોરોના સંક્રમિત થયા બાદ રાજયસભાના સભ્યોએ પણ સત્ર સમાપ્ત કરવાની વિનંતી કરી હી ત્યારબાદ સત્ર વહેલુ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો રાજયસભામાં ૧૯ વિધેયકો અને લોકસભામાં ૧૮ વિધેયકો પસાર કરવામાં આવ્યા હતાં.જેમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સુધારો બિલ હતું