તમિલનાડુમાં ૨.૫ લાખ નવી રોજગારી ઉભી કરાશે : ભાજપ
નવીદિલ્હી: પોડિચેરીમાં આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે નાણાં મંત્રી અને ભાજપ નેતા નિર્મલા સીતારમણે પાર્ટીનું ધોષણાપત્ર જારી કર્યું આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેધવાલ અને ગિરિરાજ સિંહ પણ હાજર હતાં
આ પ્રસંગે સીતારમણે કહ્યું કે ભાજપનું ધોષણાપત્ર ન્યાયની વાત કરે છે તેને જનતાથી સુચન લીધા બાદ બનાવવામાં આવ્યું છે. અમે એસી રૂમમાં બેસી ધોષણાપત્ર બનાવતા નથી લોકો મોદીજીને પોતાના વચન પુરા કરતા જાેવે છે
ધોષણાપત્રમાં યુવાનો માટે ૨.૫ લાખ નવા રોજગારની તકો તમામ માછીમારો માટે ૬,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષની નાણાંકીય સહાયતા અને ઉચ્ચ શિક્ષા છાત્રાઓ માટે મફત સ્કુટી આપવાનું વચન આપ્યું છે. ભાજપે પીએમ કિશન યોજના હેઠળ કિસાનોને ૨,૦૦૦ રૂપિયાની સહાયતા પોડિચેરી માટે ૫ વર્ષીય જળ સુરક્ષા યોજનાની શરૂઆત અને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ એકીકૃત મવેશી વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવાનું પણ વચન આપ્યું છે.આ ઉપરાંત અનેક વચનો અપાયા છે.