અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા તબક્કાનું મતદાન અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચ ે આવતીકાલ તા.૨૭ માર્ચને શનિવારે મતદાન યોજાશે રાજયના પાંચ જીલ્લા બાંકુડા પુરૂલિયા ઝારગ્રામ પૂર્વ અને પશ્ચિમ મેદિનાપુરની ૩૦ બેઠકો માટે મતદાન યોજાશે કુલ ૧૯૧ ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ થશે પહેલા તબક્કામાં ૩૦માંથી સાત નિર્વાચન ક્ષેત્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કુલ બેઠકોમાંથી ૧૧ અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત છે.
એ યાદ રહે કે ગત વિધાનસભા ચુંટણીમાં આ ૩૦ બેઠકોમાંથી ૨૭ પર ટીએમસીએ કબજાે જમાવ્યો હતો કોંગ્રેસે બે અને આરએસપીએ એક બેઠક જીતી હતી ભાજપને ગત વિધાનસભા ચુંટણીમાં આ બેઠકો પર ખાતુ પણ ખુલ્યું ન હતું પરંતુ ગત લોકસભા ચુંટણીમાં આ જીલ્લામાં શાનદાર પ્રદર્શન બાદ ભાજપે આ વખતે અહીં ખુબ આશા છે.
પ્રથમ તબક્કામાં ૧૯૧ ઉમેદવારોમાંથી ૪૮ વિરૂધ્ધ અપરાધિક મામલા છે જેમાં ૪૨ની વિરૂધ્ધ હગંભીર મામલા છે જયારે ૧૯ ઉમેદવારો કરોડપતિ છે સૌથી ઓછી સંપત્તિવાળા બે ઉમેદવારો છે જેમની કુલ સંપત્તિ ૫૦૦ રૂપિયા છે ચાર ઉમેદવારો એવા પણ છે જેમની સંપત્તિ શૂન્ય છે. ૯૬ ઉમેદવારો માત્ર પાંચથી ૧૨ પાસ છે જયારે ૯૨ સ્નાતક અને તેનાથી વધુ ભણેલા છે. પહેલા તબક્કામાં ૨૧ મહિલા છે અને ૧૭૦ પુરૂષ ઉમેદવારો છે.