પાન કાર્ડ બનાવવાના બહાને પહેલા રેપ કર્યો બાદમાં ધર્મ પરિવર્તન કરાવ્યું
સહારનપુર: ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓની સુરક્ષાને લઇ સખ્ત કાર્યવાહી કરી રહી છે. મિશન શક્તિ હોય કે જબરજસ્તી ધર્મ પરિવર્તન દરેક રીતે સરકાર તેને સખ્ત રીતે લાગુ કરી રહી છે આમ છતાં રાજયમાં બળાત્કાર સહિતના અપરાધો પર અંકુશ આવી રહ્યો નથી નવો મામલો સહારનપુરનો છે. અહીં પાન કાર્ડ બનાવવાના બહાને ચાર યુવકોએ યુવતીનો રેપ કર્યો હતો એટલું જ નહીં આરોપી યુવતીની અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ પણ કરતો હતો પોલીસે ચારેયની ધરપકડ કરી જેલમાં નાખી દીધા છે.
મળતી માહિતી અનુસાર મામલો દેહાત કોતવાલી વિસ્તારનો છે અહીં યુવતીએ એફઆઇઆર દાખલ કરાવી છે આ સાથે જ તેમણે કહ્યું કે તે ગામમાં જ એક જનસેવા કેન્દ્રમાં પાન કાર્ડ બનાવવા માટે ગઇ હતી જયાં તેની મુલાકાત ગામના જ અહમદ સાથે થઇ હતી પાન કાર્ડ બનાવવાના બહાને અહમદે અનેક દિવસ સુથી તેને ધક્કા ખવડાવ્યા હતાં.
યુવતીએ કહ્યું કે અહમદે તેને કહ્યું હતું કે પાન કાર્ડ બનાવવા માટે સહારનપુર જવું પડશે સહારનપુર લઇ જઇ તેણે રેપ કર્યો હતો અને અશ્લીલ વીડિયો પણ બનાવી હતી ત્યારબાદ તે સતત બ્લેકમેલ કરતો હતો તેના ફેબ્રુઆરીમાં લગ્ન થઇ ગયા હતાં અને ત્યારબાદ પણ અહમદે તેને બ્લેકમેલ કરવાનું છોડયુ ન હતું અને ૫૦ હજાર રૂપિયાની માંગ કરી હતી
પીડિતાએ કહ્યું કે જયારે તે ૫૦ હજાર રૂપિયા લઇ ગઇ તો તેના સંબંધી શબાના રફીક અસરફ યુનુફ સહવાન મોતીલાલે તેને બંધક બનાવી હતી ત્યારબાદ મુઝફફરનગરના એક ધાર્મિક સ્થળ પર લઇ ધર્મ પરિવર્તન કરાવવા માટે સહી કરાવી હતી બાદમાં આરોપીએ તેને ગામમાં લઇે આવ્યા હતાં અને એક બાગમાં બંધક બનાવી હતી
આ બાબતે સીઓ દુર્ગા પ્રસાદ તિવારીએ કહ્યું કે મુખ્ય આરોપી મોહમ્મદ અહમદ અશરફ રાજિક અને મોતીલાલની ધરપકડ કરવામાં આવી છે જયારે મામલામાં છ આરોપી હજુ ફરાર છે અને તેમની તાકિદે ધરપકડ કરવામાં આવશે