હરિદ્વારમાં મેળાની મુદ્દત ઘડાટીને એક માસ કરાઇ
દહેરાદૂન: દેશભરમાં પુનઃ વકરેલા કોરોનાના સંક્રમણને પગલે ઈતિહાસમાં સૌ પ્રથમવાર હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળાનો સમયગાળો ૩.૫ મહિનાથી ઘટાડીને એક મહિનાનો કરી દેવાયો છે. આ ઉપરાંત આ પવિત્ર મેળામાં આવનારા યાત્રાળુઓએ ૭૨ કલાકથી જૂનો ના હોય તેવો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત દર્શાવવાનો રહેશે.
આ મામલે જારી કરાયેલા જાહેરનામાં અનુસાર ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે આગામી ૧-૩૦ એપ્રિલ સુધી કુંભમેળાનું આયોજન કરાશે. જ્યારે ત્રણ શાહી સ્નાન ૧૨, ૧૪ અને ૨૭ એપ્રિલના રોજ યોજાશે. શાહી સ્નાન ઉપરાંત ૧૩ એપ્રિલે ચૈત્ર પ્રતિપદા તથા ૨૧ એપ્રિલના રોજ રામ નવમીના દિવસે મોટી સંખ્યામાં લોકો કુંભ મેળામાં દર્શનાર્થે આવતા હોઈ સ્થાનિક સત્તાવાળાઓએ પણ વ્યવસ્થા વધુ સતર્ક બનાવી છે.