બાંગ્લાદેશમાં મોદીની સામે હિંસક દેખાવમાં ૨૦ ઘાયલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
ઢાકા: ભારત અને બાંગ્લાદેશના સબંધોમાં છેલ્લા કેટલાક સમયથી નિકટતા વધી છે.આજે પીએમ મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના આમંત્રણને માન આપીને બાંગ્લાદેશ પહોંચ્યા છે.જાેકે ભારતે બાંગ્લાદેશને કરેલી તમામ મદદ છતા એક જૂથ પીએમ મોદીની યાત્રાનો વિરોધ કરી રહ્યુ છે.
આજે પીએમ મોદી ૧૦ લાખ કરતા વધારે રસીના ડોઝ સાથે બાંગ્લાદેશ પહોંચ્યા હતા.
કોરોના વેક્સીનના સૌથી વધારે ડોઝ ભારતે બાંગ્લાદેશને આપ્યા છે.આમ છતા ઢાકા યુનિવર્સિટીમાં ગુરુવારે પીએમ મોદીના વિરોધમાં થયેલા હિંસક દેખાવોમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા.અહીંયા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ પીએમ મોદીના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા અને તેઓ ભારત વિરોધી તેમજ મોદી વિરોધી નારાઓ લગાવી રહ્યા હતા.પોલીસે ૪૦ લોકોની અટકાયત પણ કરી છે.
સવાલ એછે કે, પીએમ મોદીનો વિરોધ કેમ થઈ રહ્યો છે…વિરોધ કરનારા કોણ છે…જાણકારોનુ કહેવુ છે કે, પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ એલાયન્સ હેઠળ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો પીએમ મોદીનો વિરોધ કરી રહ્યા હતા.તેમનુ કહેવુ હતુ કે, પીએમ મોદી ધાર્મિક તનાવ ભડકાવી રહ્યા છે.બીજી તરફ દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર તરફી વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ છાત્ર લીગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જાેકે વિરોધ વચ્ચે એ પણ હકીકત છે કે, બાંગ્લાદેશની આઝાદીથી લઈને આજ દીન સુધી ભારત હંમેશા બાંગ્લાદેશ સાથે રહ્યુ છે.ભારતે કોરોના માટેની રસીના ૩૨ લાખ ડોઝ પણ બાંગ્લાદેશને પૂરા પાડ્યા છે.બીજી તરફ ૩ કરોડ ડોઝ ખરીદવા માટે બાંગ્લાદેશે ભારત સાથે કરાર કર્યો છે.