કીડીઆએે સોનાની ચેઇનની ચોરી કરી, વીડિયો વાયરલ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અજબ ગજબ વીડિયો વાયરલ થાય છે. ઘણા એવા વીડિયો હોય છે જેને જાેયા પછી પોતાની આંખો પર વિશ્વાસ થતો નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાેઈને એકતરફ લોકો ચકિત થઈ રહ્યા છે
તો બીજી તરફ તમને પ્રેરણા મળશે કે ઘણી સારી તાકાત એક સાથે મળી જાય તો કોઈપણ અશક્ય કામને શક્ય કરી શકાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટિ્વટ કર્યો છે. ૧૫ સેકન્ડના આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે કીડીઓ સોનાની ચેઈનને પોતાની સાથે લઈ જઈ રહી છે. આ વીડિયો ટિ્વટ કરીને આઈપીએસ કાબરાએ લખ્યું કે સૌથી નાના ગોલ્ડ સ્મગલર્સ. તમે આ વીડિયો અહીં જાેઈ શકો છો.
આઈપીએસ કાબરાના ટિ્વટર પર યતેન્દ્ર નાથ ઝાએ પૂછ્યું કે તમે તેની સામે આઈપીએસ કલમ અંતર્ગત કેસ નોંધશો. રવિ કુમાર ત્રિપાઠીએ લખ્યું કે આ નાના ચોર તો મોટા કામના લાગી રહ્યા છે. પોલીસ વારે ઘડીએ ફૂટેજ જાેશે તો પણ સાચા આરોપીને પકડી શકશે નહીં. પુરુષોત્તમ વ્યાસે લખ્યું કે તમારી નજરોથી તો આ પણ ના બચી શક્યા. સૌરભે લખ્યું કે આ એકતાની તાકાતનું સૌથી મોટું ઉદાહરણ છે. રિંકુએ લખ્યું કે કોશિશ કરનારની ક્યારેય હાર થતી નથી. રવિકાંતે લખ્યું છે કે આટલું તો અંગ્રેજાેએ પણ લૂટ્યું હશે નહીં.