રાજા ચૌધરી ૧૩ વર્ષ પછી દીકરી પલકને મળ્યો
મુંબઈ: લાંબા સમય પછી એક્ટર રાજા ચૌધરી પોતાની દીકરી પલકને મળ્યો ત્યારે તેની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું. રાજાએ લાંબા સમય બાદ ગુરુવારે મુંબઈમાં દીકરી પલક સાથે મુલાકાત કરી હતી. પલક સાથે મુલાકાત બાદ રાજાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર તેના સાથેની બે તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું, ‘મારા જીવનની ક્ષણ. હું તેને ૧૩ વર્ષ પછી મળ્યો. મેં જ્યારે તેને છેલ્લે જાેઈ હતી ત્યારે નાનકડી બાળકી હતી
આજે મોટી થઈ ગઈ છે”, તેમ ભાવુક થયેલા રાજાએ કહ્યું. જણાવી દઈએ કે, એક્ટ્રેસ શ્વેતા તિવારી અને રાજા ચૌધરીએ લગ્નના સાત વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા. રાજાએ વાત આગળ વધારતા કહ્યું, હું અને પલક વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્કમાં હતા. હું રોજ સવારે તેને ગુડ મોર્નિંગનો મેસેજ કરું છું. પરંતુ વર્ષોથી અમારી મુલાકાત નહોતી થઈ. હું મારા માતાપિતા સાથે મેરઠમાં રહું છું. જાે કે, કંઈ કામ હોવાથી હું મુંબઈ આવ્યો હતો
ત્યારે મેં પલકને ફોન કર્યો હતો. તે પોતાની આગામી ફિલ્મનું રિહર્સલ કરી રહી હતી. તેણે સમય કાઢ્યો અને મુંબઈના અંધેરીમાં આવેલી એક હોટેલમાં અમે મુલાકાત કરી. અમે લગભગ દોઢ કલાક સાથે બેઠા હતા. અમારી વચ્ચે કોઈ મતભેદો નથી અને અમે અમારા ભૂતકાળની પણ ચર્ચા નહોતી કરી.
મેં તેને મારી તરફના પરિવાર એટલે કે તેના દાદા-દાદી, કાકા-કાકી વિશે જાણકારી આપી હતી. તેમના વિશે જાણીને તેને આનંદ થયો હતો અને તેણે કહ્યું કે તે જલદી જ અમને સૌને મળવા આવશે. આ અમારા બંને માટે નવો તબક્કો છે. હું આજે પણ તેના માટે કાળજી રાખનારો અને પ્રેમાળ પિતા છું. રાજાના કહેવા અનુસાર જીવનમાં તેને બીજી તક મળી છે ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરશે. મારી દીકરી અને મારી વચ્ચે સંબંધો સુધારવાનો જીવને મને મોકો આપ્યો છે
ત્યારે હું તેનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. આટલા વર્ષોમાં પલક માટેનો મારો પ્રેમ સહેજ પણ ઓછો નથી થયો. આટલા વર્ષો સુધી મને તેને મળવાની પરવાનગી નહોતી છતાં હું તેને પ્રેમ કરતો રહ્યો. અત્યાર સુધી તેને ન મળી શકવાનો અફસોસ છે પરંતુ કંઈ વાંધો નહીં. એક પિતા તરીકે મેં મારી દીકરીને મોટી થતી જાેવાની તક ગુમાવી છે. તેને સ્કૂલે જતી જાેવી, તેની પસંદ-નાપસંદ જાણવાની તક ગુમાવી છે. પરંતુ આજે તેને મળ્યો ત્યારે મને લાગ્યું કે મારી દીકરી પલક સુંદર છોકરી તરીકે મોટી થઈ છે. જેનો શ્રેય હું મારી પૂર્વ પત્ની શ્વેતા તિવારીને આપું છું.